• શનિવાર, 27 જુલાઈ, 2024

અવસાન નોંધ

ચક્ષુદાન

ધોરાજી: જેતપુરના તેજસભાઈ વિભાણી (ઉં.3પ)નું અવસાન થતા ચક્ષુદાન કરાયું છે. માનવસેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજીને ર06મું ચક્ષુદાન મળ્યું છે. જેતપુરના મચ્છુ કઠિયા શ્રી સુથાર જ્ઞાતિના પ્રમુખ કમલેશભાઈ ગોહિલે ધોરાજી માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને ટેલિફોન દ્વારા જાણ કરેલ હતી. સરકારી હોસ્પિટલ ધોરાજીના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડૉક્ટર જયેશ વેસેટીયન અને મેડિકલ ટીમના રોહિતભાઈ સોંદરવા માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરિયા સહિતનાઓએ જેતપુર ખાતે તેજસભાઈ વિભાણીનાં ઘેર ચક્ષુદાનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ તકે ભીખુભાઈ વિભાણી વિપુલભાઈ વિભાણી, શ્યામ વિભાણી, કમલેશભાઈ ગોહેલ, ભરતભાઈ ટંકારિયા, નિતેશભાઈ વિભાણી સહિતના હાજર હતા. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ તેજસભાઈ વિભાણીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

બોટાદ: આંકડિયા નિવાસી હાલ બોટાદ લખુભાઈ જીવાભાઈ ચાવડાના પુત્ર રાજદીપભાઈ (ઉં.20) તે જીવાભાઈ નાનભાઈ ચાવડા (આંકડિયા, તા.વીંછિયા, જી.રાજકોટ)ના પૌત્ર, તે ગટુભાઈના ભત્રીજા, તે પ્રદીપભાઈ (બોટાદ), સિદ્ધરાજભાઈ,  શ્યામરાજભાઈ (આંકડિયા)ના ભાઈનું તા.23ના અવસાન થયું છે.  બેસણું તા.30ના બપોરે 3થી 5, બ્રાહ્મણ સોસાયટી, પહેલી શેરી, ગિરિરાજ જૈન દેરાસર પાછળ, બોટાદ છે.

જામનગર: પૂર્વ અખબારી વિક્રેતા મુકુન્દરાય પ્રભુભાઈ કોટડિયા પટેલ (ઉં.76)નું તા.27ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના ગુરુવારે, પટેલ પાર્ક શેરી નં.5, જામનગર

ખાતે છે.

નવાગઢ (જેતપુર): સ્વ.હેમરાજભાઈ તુલસીદાસ રૂપારેલીયાના પુત્ર રાજેશભાઈ (ઉં.55) તે મધુબેનના પતિ, તે ખુશીબેનના પિતાશ્રી, તે સ્વ.અરવિંદભાઈ, સ્વ.પ્રવીણભાઈ, ગિરીશભાઈ અને રંજનબેનના ભાઈનું તા.28ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સાંજે 4થી 5, નવાગઢ મુકામે, અરવિંદભાઈ રૂપોલીયાના નિવાસ સ્થાને છે.

રાજકોટ: તસ્નીમબેન (શમાબેન) મુફદદાલભાઈ મસ્કાવાળા (હાથી) તે મુશ્તાકકભાઈ યાહ્યાભાઈ હાથીના દીકરી, તે આફતાબભાઈ મુસ્તાકભાઈ હાથીની બહેન, તે યાસ્મીનબેન, શાહિદાબેન (જસદણ)ની ભત્રીજીનું અવસાન થયું છે. ઝિયારત (સિપારા) તા.1ના બપોરની નમાજ બાદ, હુસૈની બાગ, સ્થળ: ખાનપરા (કૃષ્ણપરા), રાજકોટ છે.

રાજકોટ: શ્રીગોળ બ્રાહ્મણ ભાવનાબેન જવાહરભાઈ જોષી (ઉં.63) તે નીતિ ગિરીશ ચતુર્વેદીના માતુશ્રી, તે ગિરીશ ચતુર્વેદીના સાસુ, તે મનિષભાઈ જોષી (વ.અ.જી.પ. મોરબી)ના કાકી, તે સ્વ.કનૈયાલાલ પ્રેમશંકર પંડયા (ધ્રોલ)ની પુત્રી, તે કમલેશભાઈ, દિનેશભાઈના બહેનનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 5, તોરલ પાર્ક શેરી નં.2, બ્લોક નં.44, યુનિવર્સિટી રોડ, રાજકોટ-5 છે.

બગસરા: કંડોળિયા બ્રાહ્મણ ચંદ્રકાંત મોહનલાલ ભટ્ટ (સી.એમ.ભટ્ટ)(નિવૃત્ત શિક્ષક મેધાણી હાઈસ્કુલ)(ઉ.76) તે હેમાંગભાઈ ભટ્ટના પિતાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.30ના 4થી 6, બ્રહ્મ સમાજની વાડી ખાતે છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય  સ્વ.રતીલાલ વનમાળીદાસ છાંટબારના પુત્ર ભીખાલાલ (ઉં.79) તે પુષ્પાબેનના પતિ, તે સ્વ.ગોરધનદાસ, દ્વારકાદાસ, હર્ષદભાઈ, વિનોદભાઈ તથા જસીબેન, રમાબેન, ચાંદનીબેન, દક્ષાબેનના મોટાભાઈ, તે દિવ્યેશભાઈ, સુનિલભાઈ, દીપાબેન, ઉષાબેનના પિતા, તે પ્રકાશકુમાર બોસમીયા, મનીષકુમાર મચ્છર, પારૂલબેન, વર્ષાબેનના સસરા, તે ઋત્વા-શ્વેતાના દાદા, તે ભરતભાઈના બનેવીનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.30ના સાંજે 4થી 5-30, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: કારડિયા રાજપુત જીકુબેન છગનભાઈ અશ્વાર  તે હેમતભાઈ, રમેશભાઈ (બાબુભાઈ), છગનભાઈ તથા ચંદ્રિકાબેન ભગવાનજીભાઈ સોલારાના માતૃશ્રીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4થી 6, કારડિયા રાજપૂત સમાજની વાડી, 150 ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી, રાજકોટ છે.

દેરડીકુંભાજી: રમાબેન બટુકભાઈ વાઘેલા (ઉં.56) તે નરેશભાઈ બટુકભાઈ વાધેલા, સાગરભાઈના માતુશ્રીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.1ના બપોરે 3થી 6, તેમના નિવાસ સ્થાને છે.

જામનગર: સનતકુમાર મહાશંકર રાવલ (નિવૃત્ત જીઈબી) તે  વિપુલભાઈ, વિક્રમભાઈ, હીનાબેનના પિતાશ્રી, તે ઉષાબેન, શ્રદ્ધાબેનના સસરા, તે સ્વ.પ્રભાશંકર ગીરધરલાલ વ્યાસના જમાઈ, તે કિરીટભાઈ વ્યાસના બનેવીનું તા.27ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સાંજે 5થી 5-30, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

જામનગર: શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.કિશોરભાઈ દુર્ગાશંકર ત્રિવેદીના પુત્ર સુધીરભાઈ (ઉં.60) તે પરેશભાઈ (યુનિયન બેન્ક), ચેતનભાઈ, નીતિનભાઈ, તરુણાબેનના ભાઈ, તે મિત તથા મેધાવીના પિતાનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સાંજે 5 થી 6, શ્રીમાળી સામવેદી બ્રાહ્મણની વાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગર છે.

રૂપાવટી (ગોંડલ): રાયજાદા બચુભા સરદારસંગ તે ક્રિપાલસિંહ, અનિરૂદ્ધસિંહના પિતાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.1ના સવારે 9 થી 6, તેમના નિવાસ સ્થાન, રૂપાવટી, તા.ગોંડલ છે.

ગોંડલ: સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ કમીગઢ હાલ ગોંડલ ચંદ્રિકાબેન ચમનલાલ જોષી (ઉં.45) તે સ્વ.દોલતરામ આત્મારામ પુરોહિતના પુત્રી, તે સુધીરભાઈના બહેનનું તા.26ના અવસાન થયું છે. સસરા પક્ષનું બેસણું, પિયર પક્ષની સાદડી તા.1ના બપોરે 3થી 6, સુધીરભાઈના નિવાસ સ્થાને, ગુ.હા.બોર્ડ, ત્રણ ખુણીયો, જેતપુર રોડ, કોટેશ્વર મહાદેવના મંદિર સામે, ગોંડલ છે.

લોધિકા: રામદાસજી જમનાદાસજી નિમાવત (ઉં.101) તે ગુણવંતભાઈ, નરોત્તમભાઈ, રમણીકભાઈ, મુકેશભાઈના પિતાશ્રીનું તા.23ના અવસાન થયું છે.

રાજકોટ: દશા સોરઠિયા વણિક લોધિકા નિવાસી હાલ રાજકોટ સરલાબેન હસમુખરાય કુલર (ઉં.62) તે સ્વ.પ્રભાબેન પાનાચંદભાઈ કુલરના પુત્રવધૂ, તે સ્વ.હસમુખરાય પાનાચંદભાઈ કુલરના પત્ની, તે કૃણાલ, વિશાલ, ડિમ્પલબેન ફાલ્ગુનકુમાર ધાબલિયા, હીનાબેન કેતનકુમાર ડોબરિયાના માતુશ્રી, તે કાલીદાસભાઈ રાઘવજીભાઈ, સ્વ.હિંમતલાલ મનસુખલાલ, નટવરલાલ પાનાચંદભાઈ, સ્વ.ઈશ્વરલાલ પાનાચંદભાઈના નાનાભાઈના પત્ની, તે સ્વ.નવિનચંદ્ર, બિપીનભાઈ, રાજેશભાઈ, યોગેશભાઈ, રમેશભાઈ, સ્વ.મંજુલાબેન, સ્વ.કાંતાબેન, મીનાબેન ભરતકુમાર ગગલાણીના ભાભી, તે વિશાલભાઈ, રાજેશભાઈના મોટાન બહેનનું તા.27ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ના સાંજે 4થી 5, માલવિયા વાડી, ગોંડલ રોડ, રાજકોટ છે.

જસદણ: મૂળ કનેસરા નિવાસી હાલ જસદણ નિર્મળાબેન નરેન્દ્રભાઈ જોષી (ઉં.64) તે નરેન્દ્રભાઈ કેશુભાઈ જોષી (નિવૃત્ત તલાટી કમ મંત્રી)ના પત્ની, તે જીજ્ઞેશભાઈ, પૂજાબેન જીગ્નેશભાઈ ચાવડાગોર (સુરત), હીનાબેન વિરમભાઈ તેરૈયા (મોરબી)ના માતા, તે રેખાબેન જીગ્નેશભાઈ જોષી (ઓમ સાડી)ના સાસુ, તે દિનેશભાઈ (ગ્રીન પાન)ના ભાભીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1ના બપોરે 3થી 5, ગાયત્રી મંદિર,

જસદણ છે.

રાજકોટ: નિર્મળાબેન પ્રવીણચંદ્ર વસા તે સ્વ.પ્રવીણચંદ્ર છત્રભુજ વસાના પત્ની, તે વિશાલભાઈ, પ્રિયલબેન આનંદકુમાર સાવડિયા, કવિતાબેન તુષારકુમાર મહેતા તથા ભાવિકાબેન પંકીલકુમાર લુક્કડના માતુશ્રી તથા પ્રેમચંદભાઈ ગાંધી હડમતિયાવાળાની પુત્રીનું તા.29ના અવસાન થયું છે. સ્વર્ગસ્થની અંતિમ યાત્રા તા.30ના સવારે 9-30 કલાકે તેમના નિવાસ સ્થાન, બી-3-504, શિલ્પન નોવા, ગંગોત્રી પાર્ક, કિડની હોસ્પિટલ પાસે, યુનિવર્સિટી રોડ ખાતેથી મોટા મહુવા સ્મશાન જશે. પ્રાર્થનાસભા તા.30ના બપોરે 4થી 5, તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક