સરકારે ઇંધણો પર વિન્ડફોલ ટેક્સ ઘટાડÎો
નવી દિલ્હી, તા. 17 ઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવીએશન ટર્બાઇન ફ્યુઅલ પર ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ડીઝલ નિકાસ ડÎૂટી 5 રૂપિયા ઘટાડી દેવામાં આવી છે. ડીઝલ પરનો વિન્ડફોલ ટેક્સ 25 રૂપિયાથી
ઘટાડીને 20 રૂપિયા
પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. જેટ ફ્યુઅલ નિકાસ પરનો ટેક્સ 19 રૂપિયાથી
ઘટાડીને 15 રૂપિયા
પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. પેટ્રોલ નિકાસ પરનો ટેક્સ 1.5 રૂપિયાથી
ઘટાડીને 0.5 રૂપિયા
પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. આ સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડÎૂટી તરીકે વસૂલવામાં આવશે.
પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડાના અહેવાલો સામે આવતાં જ પહેલો પ્રશ્ન એ થાય છે કે, શું તેનાથી સામાન્ય માણસને ફાયદો થશે? જો કે, પેટ્રોલ અને ડીઝલ પરના અણધાર્યા ટેક્સમાં ઘટાડો કરવાથી તમારા કે આપણા ખિસ્સામાં હાલ કોઈ રાહત નહીં મળે. તેનો ફાયદો દેશની ઓઇલ રિફાઇનરીઓ અને નિકાસ કંપનીઓને થશે.
આ ઘટાડો ભારતમાં પેટ્રોલ પંપ પર વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર નથી, પરંતુ વિન્ડફોલ ટેક્સ પર છે. વિન્ડફોલ ટેક્સ એ એક ફી છે, જે કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે ઇંધણ વેચીને અણધાર્યા નફા માટે સરકારને ચૂકવે છે. સરકારે આ નિકાસ ડÎૂટી ઘટાડી છે, જેનો અર્થ એ છે કે, દેશભરના રિટેઈલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત્ રહેશે.
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને સાઉદી અરબના પાઇપલાઇન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવેલા અવરોધને કારણે આંતરરાષ્ટ્રીય ઓઈલ માર્કેટમાં નોંધપાત્ર ઊથલપાથલ થઈ છે. આવા વૈશ્વિક દબાણ વચ્ચે, નિકાસ ડÎૂટીમાં ઘટાડો રિફાઇનરી કંપનીઓ માટે મોટી રાહત તરીકે આવ્યો છે. આનાથી વૈશ્વિક બજારમાં ભારતીય રિફાઇનરોના નફાના માર્જિનમાં સુધારો થશે.