• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

પ્રિક્રિપ્શન વિના દવાઓ વેચવા પર રોક મુકાશે

આરોગ્ય મંત્રાલયનો પ્રસ્તાવ દર્દીનાં આરોગ્યની સુરક્ષાનો હેતુ તમામ મેડિકલ સ્ટોરમાં સીસીટીવી ફરજિયાત

નવી દિલ્હી, તા. 17 ભારત દેશનાં આરોગ્ય મંત્રાલયે દવાઓનાં વેચાણ પર કડક નજર રાખવા માટે એક મોટું પગલું લીધું છે. સરકારે શેડયુલ એચ, એચ- વન અને એક્સ દવાઓ માટે 1945ના દવાઓના કાયદામાં બદલાવનો પ્રસ્તાવ આપ્યો છે.

બદલાવ હેઠળ દેશભરના મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરી દેવાશે.

સરકારના નવા કડક નિયમ અનુસાર પ્રકારની ચોક્કસ દવાઓનું વેચાણ તબીબી પ્રિક્રિપ્શન વગર કરી શકાશે નહીં. સરકારનાં પગલાંનો મુખ્ય હેતુ એન્ટિબાયોટિક્સ અને જેની આદત પડી જાય તેવી દવાઓનો દુરુપયોગ રોકવાનો છે. દર્દીઓનાં સ્વાસ્થ્યની સુરક્ષાનાં હિતમાં ડ્રગ્સના કાયદામાં બદલાવ કરવાની વિશેષ કવાયત સરકાર કરવા જઈ રહી છે.

પ્રસ્તાવ પસાર થઈ જાય તો તમામ મેડિકલ સ્ટોર્સ પર દવાઓનાં વેચાણનું રેકોર્ડિંગ ફરિજયાત થઈ જશે અને કમસે કમ ત્રણ મહિના સુધી સુરક્ષિત સાચવવું પડશે.

આરોગ્ય મંત્રાલયે સંબંધમાં આઠમી સપ્ટેમ્બરના એક મુસદ્દા જાહેરનામું પણ જારી કરી આપ્યું હતું.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર, શેડયુલ એચ, એચ-વન અને એક્સ શ્રેણીમાં આવતી દવાઓ બેહદ સંવેદનશીલ છે.

આવી શ્રેણીઓમાં એન્ટિબાયોટિક્સ, પેઈનકિલર, સાઈકોટ્રોપિક, કેફી અસરવાળી અને અન્ય અનેક શક્તિશાળી દવાઓ સામેલ છે, જેનો ખોટી રીતે ઉપયોગ આરોગ્ય માટે ગંભીર-જોખમ બની શકે છે.

ઘણીવાર ફરિયાદો મળે છે કે, તબીબે લખી આપી નથી તેમ છતાં આવી દવાઓનું વેચાણ મેડિકલ સ્ટોર્સ પર કરાતું રહ્યું છે. જોખમને ટાળવા માટે   મેડિકલ સ્ટોર્સ પર સીસીટીવી કેમેરા જેવા પગલાંની સરકારની તૈયારી છે.

પ્રસ્તાવ પહેલાં દવા સલાહકાર સમિતિ સમક્ષ મુકાયો. વિગતે ચર્ચા કરી, ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડને મોકલ્યો હતો. બોર્ડના સભ્યોએ તમામ પાસાં પર ચર્ચા-િવચારણા બાદ પ્રસ્તાવને મંજૂરી આપવાની ભલામણ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક