• મંગળવાર, 11 ઑગસ્ટ, 2026

avshan nodh

રાજકોટ: અવનીબેન જાની તે વિજયભાઈ જયકાંતભાઈ જાનીના પત્ની, તેજસભાઈ તથા તન્વીબેનના માતા, જાનકીબેનનાં સાસુ, જાગ્રવના દાદી, રમેશભાઈ જે. જાનીનાં નાનાભાઈના પત્ની, રાજ્ઞેશભાઈ, સોનલબેનનાં કાકીનું તા.7 ના અવસાન થયુ છે. બેસણુ તા.10 નાં સાંજે 4 થી 6 ફિલ્ડ માર્શલની વાડી, રામ પાર્ક મેઈન રોડ, મોરબી રોડના પુલની બાજુમાં, ઈન્ડીયન પેટ્રોલ પંપવાળી શેરી, મોરબી રોડ, રાજકોટ છે.

જેતપુર: સ્વ.છોટાલાલ પ્રભુરામ પંડયાના પુત્ર હર્ષદભાઈ તે સ્વ.નવલશંકરભાઈ, સ્વ. વ્રજલાલભાઈ, સ્વ. રમેશચંદ્રભાઈ, સ્વ. બાલાશંકરભાઈના નાનાભાઈ, સ્વ. નટવરલાલ, સ્વ. હરેશભાઈના મોટાભાઈ, જીતેશભાઈ, કુલદિપભાઈના પિતા, માહિર, તિર્થના દાદાનું તા.7 ના અવસાન થયુ છે. બેસણુ તા.10 નાં બપોરે 4 થી 6 શ્રી સતવારા સમાજની વાડી, જેતપુર છે.

રાજકોટ: ભુરાભાઈ નાથાભાઈ મારુના પત્ની સાકરબેન (ઉ.98) તે મનસુખભાઈ, ભરતભાઈ, મહેન્દ્રભાઈ, જયાબેન, રસીલાબેનના માતાનું તા.7 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.10 ના સાંજે 4 થી 6, ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

જામનગર: જામનગર સ્વીમીંગ ગ્રુપના સભ્ય દિપકભાઈ ભાલારા (ડીડી) ના માતા કુસુમબેન દલસુખભાઈ ભાલારાનું તા.7 ના અવસાન થયું છે. બેસણુ તા.10 ના સાંજે પ થી 6 નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી કોલોની, જામનગર છે.

જૂનાગઢ: ગિરિનારાયણ બ્રાહ્મણ તરલીકાબેન (ઉ.89) તે વિશ્નુપ્રસાદ સેવકના પત્ની, સનતભાઈ, નરેશભાઈ, માધવીબેન અને સ્મિતાબેનના માતાનું તા.7 ના અમદાવાદ ખાતે અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.10 ના સાંજે પ થી 6, ભુતનાથ મંદિર, સત્સંગ હોલ, જૂનાગઢ છે.

એરડા: જાહીબેન કીસાભાઈ મકવાણા (ઉ.90) તે સ્વ.િકશાભાઈ નગાભાઈ મકવાણાના પત્ની, રાતીયાના કચરાભાઈ દેવાભાઈ રાઠોડના પુત્રી, રામાભાઈ (બટુકભાઈ), નાથીબેનના માતા, બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખ એન.પી.રાઠોડના ફઈબાનું અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.10 નાં સવારે 10 થી 12 એરડા મુકામે તેમના નિવાસ સ્થાને છે.

વાંકાનેર: કાંતીલાલ કરસનજીભાઈ કાથરાણી (ઉં.76) તે હસમુખભાઈ (જય અંબે રોડલાઈન્સ), જોશનાબેન, જવીબેન, દિનેશભાઈના પિતા, નાનાલાલ હિરજીભાઈ કારીયાના જમાઈ, બાબુભાઈ, ટીનાલાલના બનેવીનું તા.8 ના અવસાન થયુ છે. બેસણુ તા.10 નાં સાંજે પ થી 6 બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ભાટીયા સોસાયટી, વાંકાનેર છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય અમદાવાદ નિવાસી સ્વ.કમલેશકુમાર જસવંતરાય જગડ તે જેતપુર નિવાસી સ્વ.િહંમતલાલ હરિલાલ બોસમિયાના જમાઈ, શોભનાબેનના પતિ, સ્વ. રવીન્દ્રભાઈ, સ્વ.ઘનશ્યામભાઈ હિંમતલાલ બોસમિયાના બનેવી, ચિંતન તથા પારસ રવીન્દ્રભાઈ બોસમિયાના ફુવાનું તા.7 ના અવસાન થયું છે.

કુવાડવા: ગોસ્વામી જયસુખગિરિ બાબુગિરિ (ઉ.67) તે ભરતગિરિ, દિનેશગિરિ, સુરેશગિરિ, રમેશગિરિના ભાઈ, સંજયગિરિ, મયુરગિરિ, હેતલબેન જીતેશગિરિ (રાજકોટ) ના પિતા, હેતગિરિ, યુવરાજગિરિના દાદાનું તા.7 ના અવસાન થયુ છે. બેસણુ તા.10 નાં સાંજે 4 થી 6 મહાજનવાડી, કુવાડવા છે.

તાલાલા ગિર: સ્વ.પ્રભુદાસભાઈ તુલસીદાસ ચાંદ્રાણીના પત્ની જયાબેન (ઉ.વ.85) તે પ્રકાશભાઈ (પીપલ્સ બેંક), વિમલભાઈ (તુલસી ડિપાર્ટમેન્ટ), શોભનાબેન નલિનકુમાર છગ (રાજકોટ), કિરણબેન ભરતકુમાર ગઢીયા (વેરાવળ), નીલાબેન રસિકકુમાર રાયચુરા (જૂનાગઢ) ના માતા, ભાવેશ, મલય, પ્રેમના દાદીનું તા.7 મીએ અવસાન થયું છે.

જામખંભાળિયા: હંસાબેન રાજેશભાઈ ઘાવડા (ઉ.60) નું તા.પ ના અવસાન થયુ છે.

રાજકોટ: શીરીનબેન ઇબ્રાહીમભાઇ હથિયારી (કામદાર) (ઉં.80) તે અમરૂદીનભાઇ ફીદાઅલી આફ્રિકાવાલાના પત્ની, નીલોફર આબીદભાઇ લોકાટ (લંડન), રેહાના મુર્તુઝાભાઇ ઘોઘારી, તબસ્સુમ આસીફભાઇ ખેતી, રીયાઝ અમરૂદીનભાઇ (આફ્રિકા)ના માતા, હસનઅલી રીયાઝભાઇ (આફ્રિકા)ના દાદી, આબીદભાઇ લોકાટ (સ્વીડન), મુર્તુઝાભાઇ અસગરઅલી ઘોઘારી, આસીફભાઇ હાતિમભાઇ ખેતીના સાસુનું તા.8ના અવસાન થયું છે. તેમની જિયારતના સીપારા જોહર અસરની નમાઝ બાદ તા.10ને સોમવારે ઝકવી મહોલ્લા- ગાંધી સોસાયટી ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક