• શનિવાર, 18 જુલાઈ, 2026

avshan nodh

વીંછિયાના શ્રી નવજાગૃતિ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા 443મું ચક્ષુદાન

જસદણ: વીંછિયાના નવજાગૃતિ સેવા મંડળ ટ્રસ્ટના પ્રયાસોથી 443 ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જેમાભાઈ ઉર્ફે હકાભાઈ મનજીભાઈ ઝાપડિયાનું અવસાન થતા સદગતના ચક્ષુનું દાન કરાયું હતું. આ સેવા કાર્ય માટે તેમના પુત્ર જેન્તીભાઈ જેમાભાઈ ઝાપડિયાનો સહયોગ મળ્યો હતો. વાલજીભાઈ તળશીભાઈ ડેરવાળિયાની પ્રેરણાથી આ ચક્ષુદાન થયું હતું. મેહુલકુમાર બોઘાભાઈ સાંબડ, લઘુભાઈ બોલાભાઈ બારૈયા, જયકુમાર ભરતકુમાર ફોતરિયાની ઉપસ્થિતિ હતી.

તાલાલા ગિર: મનસુખભાઇ વિરજીભાઇ પરમાર (ઉં.56) તે સ્વ. પરસોત્તમભાઇ, ભીખાભાઇ, ધીરૂભાઇ, કાળુભાઇના નાનાભાઇ, રમેશભાઇ, જયેશભાઇ, યોગેશભાઇ, મુકેશભાઇ, હરેશભાઇ, યશના કાકાનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.18ના બપોરે 4થી 6 ભુતનાથ મંદિર સામે, જૂની જનતા બેકરી પાસે, પીપળવા રોડ તેમના નિવાસસ્થાને છે.

જામનગર: પ્રવિણાબેન પ્રતાપરાય ખગ્રામ (ઉં.70)(હાલ લંડન યુ.કે) તે સ્વ.હરિલાલ કલ્યાણજી મામટીયાના પુત્રી, જગદીશભાઈ, ભારતીબેન અમૃતલાલ સવજાણી, કુંદનબેન હર્ષદરાય જોબનપુત્રા, બકુલાબેન વિપુલકુમાર અમલાણી, સ્વ.અનિતાબેન જેન્તીલાલ ગણાત્રાના બહેનનું તા.15ના લંડન (યુ.કે) મુકામે અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી તા.20ના સાંજે 5 થી 5-30, પાબારી હોલ, તળાવની પાળે, જામનગર છે.

રાજકોટ: વરીયાવંશ પ્રજાપતિ મુળ ગામ વીરવા હાલ રાજકોટના શાંતાબેન જોટાણીયા તે ધીરૂભાઈ નારણભાઈ જોટાણીયાના પત્ની, જીતેશભાઈના માતા, ભુમીતભાઈના દાદીનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.20ના સાંજે 4 થી 6, પુર્ણીમા સોસાયટી, કોમ્યુનીટી હોલ, માયાણી ચોક પાસે, શ્રીરામ આઈક્રીમની સામેની શેરી, રાજકોટ છે.

વેરાવળ: વિજયભાઈ રૂઘાણી (ઉં.84) તે સ્વ.મથુરાદાસ જાદવજી રૂઘાણીના પુત્ર, સ્વ.પ્રતાપભાઈ, સ્વ.િકશોરભાઈ, સ્વ.કમલેશભાઈ, સ્વ.નરેન્દ્રભાઈ, જગદીશભાઈ, સ્વ.ચંદ્રિકાબેન, ભારતીબેન, ઈન્દીરાબેન, નિરૂપાબેનના ભાઈ, કેશલભાઈ, દેવલભાઈ, મેઘનાબેન કારીયાના પિતા, ભાવનાબેનના પતિ, સ્વ.જમનાદાસ વશરામભાઈ ગઢીયા (ધોરાજી)ના જમાઈ, અતુલભાઈ ભાઈલાલ કારીયા, દિશાબેન, માધવીબેનના સસરાનું તા.17ના અવસાન થયું છે. બેસણું, પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.18ના સાંજે 4 થી 5, નવા રામ મંદિર, ખડખડ વેરાવળ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક