• મંગળવાર, 14 જુલાઈ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: રૂપાબેન ભરતભાઈ દતાણીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન, જાગૃતિ અભિયાનમાં કુલ 879મું ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

જામનગર: યશોમતીબેન ભોળાનાથ (નાથજીભાઇ) માંકડ તે કિશોરભાઇ અને ભદ્રાયુભાઇ તથા સરોજબેન શૈલેષભાઇ દેસાઇ, જયશ્રીબેન પ્રદિપભાઇ વૈષ્ણવ અને નયનાબેન અખીલેશભાઇ છાયાના માતા તેમજ શિવાંગ અને દેવના દાદીમાનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.14ના સાંજે 5 થી 6 દરમિયાન હાટકેશ્વર મહાદેવ મંદિર, હવાઇ ચોક, જામનગર ખાતે છે.

પોરબંદર: જસુમતિબેન બાબુલાલ ઠક્કર તે મુકેશભાઇ તથા ડો. સ્મિતાબેન ભરતભાઇ લાખાણીના માતા, ઇલાબેન તથા ડો. ભરતભાઇ લાખાણીના સાસુ, રાજુભાઇ તથા જિજ્ઞેશભાઇના ભાભુ અને જગદીશભાઇ ચંપકલાલ ચોટાઇના બહેનનું તા.13ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.15ને બુધવારે 4-15 થી 4-45 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા  હોલ ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે.

રાજકોટ: નવિનચંદ્ર બાપાલાલ બોઘાણી (ઉ.86) (સૌરાષ્ટ્ર યુનિ. નિવૃત્ત કર્મચારી) તે ભાવિકભાઇ તથા જીજ્ઞાબેનના પિતા, શિલ્પાબેનના સસરા, વિરીકાના દાદા, જૂનાગઢ નિવાસી સ્વ. હેમતલાલ નેમચંદ દોશીના જમાઇનું તા.13 સોમવારે અવસાન થયું છે. ઉઠમણું તા.16 ગુરૂવારે બપોરે 4 કલાકે સંભવનાથ જૈના ઉપાશ્રય, સાધુવાસવાણી રોડ રાજકોટ ખાતે છે.

મુંબઇ: નવાગામ નિવાસી હાલ બોરીવલી ચુનીલાલ પોપટલાલ કોઠારી (ઉ.97) (નિવૃત્ત રાજકોટ જિલ્લા પંચાયતના કર્મચારી) તે જયશ્રીબેન મુકુંદરાય ઝાટકિયા, મહેશભાઇ, બીપીનભાઇ, કૌશિકભાઇ તથા ગોંડલ સંપ્રદાય પ્રાણપરિવારના શિલાબાઇ સ્વામીના સંસારી પિતાનું તા.11ના અવસાન થયું છે. લૌક્કિ વ્યવહાર બંધ છે.

કુંઢેલી: જીલુભાઇ મકવાણા (ઉ.59) તે ભગવાનભાઇ સુરસંગભાઇના પુત્ર,  કરણસિંહ તથા રણજીતસિંહ (જિલ્લા પંચાયત-ભાવનગર)ના પિતા, સ્વ. રણછોડભાઇ, ભુપતભાઇ (નાગરિક બેંક પાલિતાણા), જોરૂભાઇ (ગેસ વાળા) તથા પાંચાભાઇના મોટાભાઇ, દેવગણા નિવાસી વિભાભાઇ વાલાભાઇ ચૌહાણ તથા વજાભાઇ વાલાભાઇ ચૌહાણના ભાણેજ તેમજ લવરડા નિવાસી ભોથાભાઇ  માવસંગભાઇ ચૌહાણના બનેવીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13/14/15/16 (સોમ, મંગળ, બુધ, ગુરૂ) ચાર દિવસ લાખાવડ મુકામે છે.

રાજકોટ: હાજી યુસુફઅલી તૈયબઅલી માકડા (ઘીવાલા) (ઉ.72) તે મર્હુમ તૈયબઅલી ખાનભાઇ માકડા (ઘીવાલા)ના દીકરા, જુબેદાબેન અસગરઅલી લક્ષ્મીધર ઝવઝતે મ. યુસુફઅલી તૈયબઅલી (ઘીવાલા)ના શોહર, મ. અબ્બાસભાઇ, મ. ફખરુદ્દીનભાઇ, મ. યાકુબભાઇ, અકબરભાઇ (બેંગ્લોર), શબ્બીરભાઇ (ભાવનગર), મોહમ્મદભાઇ (મહુવા), રોશનબેન (પાલિતાણા), મ.ફીજજાબેન (રાજકોટ)ના ભાઇ, અલીહુસૈનભાઇ, હુસેનભાઇના બાવાજી, રશીદાબેન (મહુવા), ઇન્સીયાબેન (બરવાળા)ના સસરાનું તા.12ના રોજ અવસાન થયું છે. જિયારત (યુસુમ)ના સિપારા તા.15ને બુધવારે 1-30 કલાકે મવાઇદમાં, તંબોલીની નળ, મહુવા મુકામે રાખેલ છે. વેપારી ભાઇઓનું બેસણું તા.14ને મંગળવારે સાંજે 4 થી 6 અમારા ઘરે- સૈફી સોસાયટી, ફખરી મકાનમાં રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026