પોરબંદરમાં
રામદેવજી મહારાજના કોટવારનું અવસાન થતાં ભક્ત સમુદાયમાં શોક છવાયો
પોરબંદર
: પોરબંદરના છાંયા પ્લોટ વિસ્તારમાં વસવાટ કરતા રામદેવજી મહારાજના કોટવાર તરીકે જાણીતા
નથુભાઈ મેણસીભાઈ વાઢિયા “નથુ ભગત”નું તાજેતરમાં 85 વર્ષની વયે સહજ નિધન થતાં ભક્તસમૂહ
અને સમાજમાં શોકની લાગણી છવાઈ છે. નથુ ભગત અઢારેય આલમમાં આદરણીય સ્થાન ધરાવતા હતા.
સદ્ગત નથુ ભગત નિરક્ષર હોવા છતાં ભજનભક્તિ, પરોપકાર, માનવસેવામાં હંમેશ અગ્રેસર રહેતા
હતા. જ્ઞાતિ-જાતિના કોઈ ભેદભાવ વગર કોઈપણ સમાજમાં અવસાન પ્રસંગે રાત્રિના સમયે જાતે
રામસાગર વગાડી પ્રાચીન ભજનો ગાઈ મૃતક પરિવારને સાંત્વના આપતા હતા. જૂની પેઢીના મુઠ્ઠી
ઊંચેરા અને ભગવાનના માણસ તરીકે ઓળખાતા વડીલની ખોટ સમાજને લાંબા સમય સુધી સાલશે. સદ્ગતના
નિવાસ સ્થાને પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રામભાઈ બગિયાના પ્રમુખ
સ્થાને પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં ઓમ સાંઈ ટેકા પરબના પ્રમુખ રામશીભાઈ બામણિયા,
જિલ્લા કોળી સમાજ ગરબી મંડળના પ્રમુખ લાખાભાઈ મોકરિયા, પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મચારી
મંડળના પ્રમુખ નારણભાઈ બામણિયા વગેરે અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાર્થના
સભામાં ઉપસ્થિત આગેવાનોએ સદ્ગતના પુત્રો રૂધાભાઈ, પુંજાભાઈને સાંત્વના પાઠવી હતી. સ્વ.નથુ
ભગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ચલાલા
લોહાણા સમાજના અગ્રણી રમેશચંદ્ર ઉનડકટના પૌત્રી ક્રિષ્નાનું અવસાન
ચલાલા:
ચલાલા શહેરના બજરંગ ડેરી ફાર્મના સંચાલક, લોહાણા સમાજના અગ્રણી રમેશચંદ્ર વનમાળીદાસ
ઉનડકટના પૌત્રી ક્રિષ્ના દિવ્યેશભાઇ ઉનડકટ (ઉ.18) તે વિક્રમભાઇ રમેશચંદ્ર ઉનડકટ (લાલાભાઇ),
સોનલબેન (જસદણ)ની ભત્રીજી, નંદન, અભિષેક, (ગોપાલ), મહેકની બહેનનું તા.15ના અવસાન થયું
છે. સ્વ. કિષ્નાબેન ખૂબજ તેજસ્વી, સંસ્કારી હતા. નાની વયે તેમના અવસાનથી ઉનડકટ પરિવાર
સહિત સમગ્ર લોહાણા સમાજ, ચલાલા શહેરમાં શોક છવાયો છે ત્યારે સમસ્ત લોહાણા સમાજના આગેવાનો,
અન્ય સમાજના આગેવાનો, સગા- સ્નેહીઓ તથા મિત્રવર્તુળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ
અર્પી હતી. ઉઠમણુ: તા.18નાં સાંજે 4 થી 6 સુધી લોહાણા મહાજનવાડી, ચલાલા છે.
બોટાદ:
યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ રાજેશભાઈ સૂર્યકાંતભાઈ દવે (ઉં.62) અમિત, નિરવ (મહાદેવ
ઈન્ફોહબ)ના પિતા, વિજયભાઈ, કમલેશભાઈ, આશિષભાઈ, મિનાબેન, રેખાબેન તથા અર્ચનાબેનના મોટાભાઈનું
તા.1પ ના અવસાન થયુ છે. બેસણુ તા.18 ના બ્રહ્મ સમાજની વાડી, બોટાદ પિયર પક્ષનું બેસણુ
સાથે છે.
જામનગર:
સ્વ.મનહરલાલ હરિદાસ રાયઠઠાના પુત્ર પ્રકાશભાઈ (જોડીયા ભુંગાવાળા) (ઉં.63) તે સ્વ.િદનેશભાઈ,
અંજનાબેન નવીનચંદ્ર ભગદેના નાનાભાઈ, નરેશભાઈના મોટાભાઈ, મિતેશભાઈ, કલ્પેશભાઈના પિતા,
પરેશભાઈ દિનેશભાઈ રાયઠઠાના કાકા, સ્વ.રામદાસભાઈ દેવસીભાઈ માણેક (વાડીનાર) ના જમાઈનું
તા.16 ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.18 નાં સાંજે પ થી પ.30 પંચવટી નર્મદેશ્વર મહાદેવ
મંદિરે સાસરા પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
દશા સોરઠીયા વૈષ્ણવ વાણિયા સંજયભાઇ ચંદ્રકાંતભાઇ ગાંધી (ઉં.58) તે હર્ષ અને દૃષ્ટિ
ગાંધીના પિતા, અજયભાઇ, બીનાબેન, કુસુમબેનના નાનાભાઇ, દીપકભાઇ ઉકાણીના જમાઇનું અવસાન
થયું છે. ઉઠમણુ: તા.18ના સોમવારે સવારે 10 થી 11 એકલવ્ય એપાર્ટમેન્ટ, અમીન માર્ગ, રાજકોટ
છે.