• ગુરુવાર, 14 મે, 2026

avshan nodh

રાજકોટ: કાનજીભાઇ દેવશીભાઇ સાપોવડિયા (ઉ.92) (ગામ- જાંબુડા) તે જયંતિલાલ, નંદલાલ, કાન્તિભાઇ (ભુપતભાઇ)ના પિતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું: તા.11નાં સવારે 8 થી 10 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી, ગંગોત્રી ડેરી પાસે, સાધુવાસવાણી રોડ, રાજકોટ છે. લૌક્કિ પ્રથા બંધ છે.

રાજકોટ: પ્રેમીલાબેન મહેન્દ્રભાઇ શાહ તે હર્ષાબેન (નિવૃત્ત એલઆઇસી), મનીષ, ભાવેશના માતા, બાલેન્દ્રભાઇ વાઘેલાના સાસુનું તા.8ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.11નાં સાંજે 5 થી 6, રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ, રાષ્ટ્રીય શાળા, મનહર પ્લોટ ખાતે છે.

રાજકોટ: ઇન્દિરાબેન જમનાદાસ સેતા (મુ. નવલખી હાલ મોરબી) તે સ્વ. જમનાદાસ અવચરદાસ સેતાના પત્ની, ત્રિભોવનદાસ વલ્લભજીભાઇ કોટક (રાજપરાવાળા)ના દીકરીનું તા.9ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.11ને સોમવારે સાંજે 5 થી 6  લોહાણા વિદ્યાર્થી ભવન (ઉપરનો વિભાગ) વસંત

પ્લોટ છે.

મોટી કુંકાવાવ: અમૃતલાલ ઉમિયાશંકર જોષી (ઉ.93) તે ઉદયભાઇ (એસ.ટી. કંડકટર),  પારૂલબેન ધર્મેન્દ્રકુમાર પંડયા (કેશોદ), જાગૃતિબેન અમિતકુમાર વ્યાસ (જામનગર)ના પિતા, નિધ્ધિ, હેમલ, હર્ષલના દાદા, સ્વ. પંકજભાઇ, શરદભાઇ તેમજ કુંકાવાવના પત્રકાર કીર્તિભાઇ જોષીના કાકાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4 થી 6 નાથાબાપા દેવાણીના ડેલામાં, રામજી મંદિર પાસે, મોટી કુંકાવાવ છે.

રાજકોટ: દશા મોઢ માંડલિયા વણિક મૃદુલાબેન કલ્યાણી (ઉ.77) તે કાંતિલાલ હરજીવન કલ્યાણીના પત્ની, દિપેનભાઇ, રૂપાબેનના માતા, જાગૃતિબેનના સાસુ, હેમલના દાદી, સ્વ. ચંદુલાલ, ધીરજલાલ તથા પ્રવીણભાઇ હરજીવન કલ્યાણીના ભાભીનું તા.9ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.11નાં સાંજે 5 થી 6 મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપૂતપરા, રાજકોટ છે.

રાજકોટ: મૂળ  ફાડદંગ હાલ રાજકોટ નિવાસી મણીબેન વશરામભાઇ રામાણી (ઉ.108) તે વિરજીભાઇ, ધરમશીભાઇના માતા, અશોકભાઇ, પ્રકાશભાઇ, નૈમિષભાઇ, મયુરભાઇ, મિતલબેનના દાદીનું તા.10ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.14નાં સવારે 8 થી 11 પુરુષાર્થ મહાદેવ મંદિર, પુરુષાર્થ સોસાયટી, હરિધવા રોડના છેડે રાજકોટ ખાતે છે.

જામનગર: હાલારી ભાનુશાળી નીલ ભરતભાઇ ચાંદ્રા (ઉ.18)નું અવસાન થયું છે. ઉઠમણું તા.11ના બપોરે 4-30 થી 5 બહેનો માટે તેમજ 5-30 થી 6 ભાઇઓ માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, હવાઇ ચોક, ભાનુશાળી વાડ ખાતે છે.

રાજકોટ: રજનીકાંતભાઇ લાલજીભાઇ પારેખ તે ઇન્દુમતીબેનના પતિ, પરિનભાઇ, અજયભાઇ (મોન્ટુભાઇ)ના પિતા, રાજેન્દ્રભાઇ, હિતેષભાઇ (કુમારભાઇ), ભાવેશભાઇ (ચિકુભાઇ)ના કાકા, અમીબેન, જીજ્ઞાબેનના સસરા,  વિવેક, મલય, યશ્વી, ચાર્મી, પાર્થ તથા રિયા શ્રેય કોઠારીના દાદા, સ્વ. ચુનીલાલ ચત્રભુજ મહેતાના જમાઇ, મહેન્દ્રભાઇ તથા મુકુંદભાઇ (મનુભાઇ)ના બનેવીનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું: તા.11નાં સવારે 10 થી 11 પ્રાર્થના સભા 11 થી 12  અભયભાઇ ભારદ્વાજ હોલ, રૈયા રોડ, રાજકોટ છે.

વાંકાનેર: વાંકાનેર નિવાસી દામજીભાઇ રામજીભાઇ સોલંકીના પુત્ર દિવ્યેશભાઇ (ઉ.47) તે નિતીનભાઇ, પાર્થભાઇ તથા હર્ષભાઇના ભાઇ, સ્વ. કાંતીભાઇ, ધીરૂભાઇના ભત્રીજાનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11ના તેમના નિવાસસ્થાને ‘ચામુંડા કૃપા’ બ્રાહ્મણ શેરી સામે, જીનપરા ચોક,

વાંકાનેર છે.

ઇ-પેપરના નવા શુલ્ક