• શુક્રવાર, 15 મે, 2026

અવસાન નોંધ

બોટાદ: ઔદિચ્ય બ્રાહ્મણ ખાંભડા નિવાસી કંચનબેન જયંતિલાલ રાવલ તે મહિપતરાય કેશવલાલના મોટા ભાભી, વસંતભાઈ, દિલીપભાઈ, જનકભાઈ, દિવ્યાનીબેન રાવલ, ભારતીબેન ત્રિવેદીના માતુશ્રી, સ્વ.નરેશભાઈ અનિલભાઈ, સુધીરભાઈ, કોકીલાબેન ત્રિવેદીના મોટા બા, કિશોરભાઈ દવે, મહેન્દ્રભાઈ દવે (લીંબડી), મહેશભાઈ દવે (નાગનેશ)ના મોટા બહેનનું તા.13ના અવસાન થયું છે. બેસણું તા.16ને શનિવારે સવારે 9થી સાંજના 5 ખાંભડા મુકામે રાખેલ છે.

રાજકોટ: ભીખાલાલ કાનજીભાઈ ગણાત્રા (ઉં.75) તે મયુરભાઈ તથા ઝંખનાબેનના પિતા, ભાવીશાબેન તથા ધવલકુમારનાં સસરા તથા સ્વ.ચત્રભુજભાઈ ભૂપતકરનાં જમાઈનું અવસાન થયુ છે. બેસણુ તથા પિયર પક્ષની સાદડી તા.1પ ને શુક્રવારે નટેશ્વર મહાદેવ મંદિર, 80 ફૂટ રોડ, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે સાંજે પ થી 6 રાખેલ છે.

રાજકોટ: વિરનગર નિવાસી હાલ રાજકોટ સ્વ.નાનાલાલ લક્ષ્મીચંદ કામદારના પત્ની રમાબેન કામદાર (ઉ.90) તે વિનયભાઈ તથા ભરતભાઈના માતુશ્રી, ધારિત તથા ખ્યાતિના દાદી અને વિભાબેનના બહેનનું તા.14 ના રોજ અવસાન થયુ છે. ઉઠમણુ તા.1પ ના વિરાણી ઉપાશ્રય, કોઠારિયા નાકા, શિલ્પા જ્વેલર્સની સામે સવારે 10:30 વાગ્યે રાખેલ છે.

રાજકોટ: ચંદ્રિકાબેન દોશી તે રાજેન્દ્રકુમાર શાંતિલાલ દોશીના પત્ની, મોહનલાલ વીરપાળભાઈ મહેતાના પુત્રી, સોનલ (જસ્મીન), સુહાસકુમાર શાહના માતુશ્રી, ચંદ્રકાંતભાઈ, મંજુલાબેન તથા મનોરમાબેનના બહેનનું તા.8 ના રોજ કેનેડા મુકામે અવસાન થયુ છે. સાદડી તા.17 ને રવિવારે સાંજે પ થી 7 અરિહંત, શ્રીજી પાર્ક મેઈન રોડ, ઓમકારેશ્વર મંદિરની બાજુમાં, રૈયા રોડ, રાજકોટ ખાતે છે.

જામનગર: સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ અજયભાઈ વિનોદરાય ત્રિવેદી (ઉ.60) તે સ્વ.સુધાબેન વિનોદરાય ત્રિવેદીના પુત્ર, બીનાબેનના પતિ, કમલેશભાઈ ત્રિવેદી, પ્રીતિબેન ઓઝા (અમેરિકા), બીનાબેન ઓઝા જામનગરના નાનાભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ મનસુખલાલ ભટ્ટના મોટા જમાઈ, વિવેકભાઈ ત્રિવેદી (કો-ઓપ બેંક)ના પિતા, યાત્રીબેનના સસરાનું તા.14 ના અવસાન થયુ છે.

અમરેલી: લાપાળીયા ગામના નિવાસી સાઠોદરા નાગર બ્રાહ્મણ દિનકરરાય ભાઈલાલભાઈ જોશી (ઉ.89) તે સ્વ.ઈન્દુભાઈ અને સ્વ.રમેશચંદ્રના મોટાભાઈ, પારસકુમારના પિતાનું તા.14 ના અવસાન થયુ છે. બેસણુ તા.18 ને સોમવારે સાંજે પ થી 7 તેમના નિવાસ સ્થાન જલારામ નગર-1, શેરી નં.ર, મારૂતિ કિરાણા સ્ટોરવાળી ગલી, અમરેલી ખાતે રાખેલ છે.

રાજકોટ: મોઢ વણિક રમણભાઈ મગનલાલ વોરાનું તા.13 ના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.1પ ને શુક્રવારે સાંજે પ થી 7 દર્શન ભુમિ ફ્લેટ્સ, તુલસી સુપર માર્કેટ સામેની શેરી, આલાપ ગ્રીન સિટી પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

તાલાલા ગીર: માળિયા તાલુકાના ચુલડી ગીર ગામના રહીશ મથુરાદાસ આસારામ નિમાવત તે પ્રફુલભાઈ, અશ્વિનભાઈ તથા અનિલભાઈના પિતાનું તા.13મીએ અવસાન થયું છે.

ઉમરાળા: ઈન્દ્રાબા કેશુભા વાળા (ઉં.75) તે રામદેવસિંહ, ધર્મેન્દ્રસિંહ કે.વાળાનાં માતુશ્રી, સ્વ.રણજીતસિંહ, સ્વ.પ્રવીણસિંહ, સ્વ.બહાદુરસિંહ, અર્જુનસિંહ, ઈન્દ્રસિંહ, જીતુભા, સ્વ.મહેન્દ્રસિંહ, ગિરિરાજસિંહ, જયુભા, દિલુભા અને વિરભદ્રસિંહનાં ભાભી, કૌશલસિંહ આર.વાળા, કૃષ્ણદેવસિંહ ડી.વાળા અને દક્ષરાજસિંહ ડી.વાળાનાં દાદીનું તા.13મીએ અવસાન થયું છે. બેસણું તા.16ને શનિવારે ગરાસિયા શેરી, ઉમરાળા ખાતે રાખેલ છે.

પોરબંદર: લાભુબેન નાનાલાલ ગણાત્રા (ઉં.85) તે પૂર્વ સુધરાઈ સભ્ય સરોજબેન કક્કડ, મનહરભાઈ, સુરેશભાઈ, મહેશભાઈ, રાજેશભાઈ ફ્રૂટવાળાનાં માતુશ્રીનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.15ને શુક્રવારે 4થી 5, છાયા ચોકી, ખડા સ્કૂલ સામેના તેમનાં નિવાસ સ્થાને રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક