ચક્ષુદાન
રાજકોટ:
મુકેશભાઇ ધરમશીભાઇ પરમારનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાવ્યું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 840 ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મેહતા: મો.
94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
ચક્ષુદાન
કુકસવાડા:
માંગરોળ મુકામે સ્વર્ગસ્થ નાથાલાલ મેરવાણાનું ચક્ષુદાન કરાયું હતું. આઈ બેંક દ્વારા
ચક્ષુદાનનું પ્રમાણપત્ર સ્વર્ગસ્થના પુત્ર પીયૂષ મેરવાણાને ડો.બીપીનકુમાર સાપોવાડીયા
દ્વારા અને શિવમ ચક્ષુદાન-આરેણા પરિવારવતી શ્રીમદ્ ભગવદ્ ગીતા અર્પણ કરાયું હતું.
મોવિયા
: મૂળ ઉંમરવાડા નિવાસી હાલ જૂનાગઢ ભીખાભાઈ ભગવાનજીભાઇ ગોહેલ (જીઇબી)નાં પત્ની, પુષ્પાબેન
(ઉં.60) તે અમિતભાઇ તથા કિશનભાઇનાં માતુશ્રી તથા ક્રિષા અને સાનવીબેનનાં દાદીમા તથા
રસિકભાઇ બગથરિયા (હાસ્ય કલાકાર જૂનાગઢ) તથા ભૂપેન્દ્રભાઇ બગથરિયા (તાલુકા વિકાસ અધિકારી
-માળિયાહાટીના)નાં બેનનું તા.18મીએ અવસાન થયું છે.
અમદાવાદ:
મૂળ જામનગર નિવાસી હાલ અમદાવાદ દશા સોરઠીયા વણિક પ્રવીણાબેન જગદીશચંદ્ર શેઠ તે પ્રિતેશભાઇ
શેઠ, મીતાબેન પૂર્વર્ગભાઈ પારેખ તેમજ જીજ્ઞાબેન જીતેશભાઈ ધ્રુવનાં માતુશ્રીનું તા.16ના
રોજ અવસાન થયું છે.
રાજકોટ:
ભાવનાબેન શિંગાળા તે કનકરાય શામજીભાઇ શિંગાળાનાં પત્ની (ઉં.77) તે ડો. મનસુખભાઇ દાસાણીનાં
બહેન, વર્ષાબેન જીતેશકુમાર હિંડોચા, જયશ્રીબેન રાજેશભાઈ ઠક્કર, આશાબેન નિલેશભાઇ ડેલાવાળા,
શિલ્પાબેન શિંગાળાનાં માતૃશ્રી તેમજ ચાર્મી, કેયુર, કિશન, શ્યામ, દૃષ્ટિ, ઝીલ, પારીસાનાં
નાનીમાનું તા.19ના રોજ અવસાન થયું છે.
રાજકોટ:
રેખાબેન ઠક્કર (ઉં.વ.88) તે રીટાયર્ડ એસ.ટી. ઈન્સ્પેક્ટર સ્વ.ચંદ્રકાન્ત આર. ઠક્કરના
પત્ની, સ્વ.હરજીવન પ્રગજીભાઈ કોટેચાના પુત્રી, પ્રદેશ ભાજપ અગ્રણી રાજેન્દ્રભાઈ તથા
હિતેશભાઈ (માર્કેટિંગ હેડ સ્વભાવ ફૂડ)ના માતા, સ્વ.સન્ની તથા નૈતિકના દાદીમા એન યુવા
અગ્રણી વિરલ અઢિયાના નાનીમાનું તા.18 ના અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી
તા.ર3ને ગુરવારે તેમના નિવાસસ્થાને શ્રી શ્યામપ્રભુ નિકેતન એપાર્ટમેન્ટ, આફ્રિકા કોલોની,
સૌરાષ્ટ્ર કલા મેઈન રોડ, રાજકોટ ખાતે સાંજે 4.30થી 6.30 છે.
મોરબી:
લીંબડી નિવાસી ચંદનબેન જેઠાલાલ દવે (ઉં.વ.101) તે રવાજીરાજ સંસ્કૃત પાઠશાળા-મોરબીના
પૂર્વ આચાર્ય સ્વ.જેઠાલાલ પ્રાણજીવન દવેના પત્ની તેમજ રામકૃષ્ણભાઈ, સ્વ.ગોપાલકૃષ્ણ,
રાધાકૃષ્ણ, રંજનબેન, નલીનીબેન અને ભારતીબેનના માતા અને વાંકાનેર નિવાસી સ્વ.જગન્નાથભાઈ
ગોવધનભાઈ ભટ્ટના દિકરીનું તા.19ના લીંબડી ખાતે અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.ર1
ને મંગળવારે સાંજે 4થી 7 છે.