ધારી:
મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ બળવંતભાઇ ગૌરીશંકર દવે (ઉ.89) (િનવૃત્ત આરએફઓ) તે ગૌરીશંકર
માધવજીભાઇ દવેનાં પુત્ર, વિનોદરાય, ધનવંતરાય, અનસુયાબેન કાંતિલાલ ત્રિવેદી, અરૂણાબેન
ભાનુશંકર પંડયાના ભાઇ, સ્વ. સુરેશભાઇ, મુકેશભાઇ, જીતુભાઇ (પીજીવીસીએલ), રંજનબેન ઘનશ્યામકુમાર
પંડયા (રાજકોટ), કલ્પનાબેન દેવાંગકુમાર જાની (બાબરા)નાં પિતા, પ્રતિક, ધૈર્ય અને દેવાંગીના
દાદાનું તા.8નાં અવસાન થયું છે.
અમદાવાદ:
હસમુખભાઈ હીરાચંદભાઈ મસરાણી (ઉં.78) તે પ્રવીણાબેન મસરાણીના પતિ, મૌલિકભાઈ, પુર્વીબેન
સંજયકુમાર બાથિયા અને શીતલબેન રવિનકુમાર મહેતાના પિતા, જીલ અને વ્રજના દાદાનું તા.8ના
અવસાન થયું છે. પ્રાર્થનાસભા, બેસણું તા.9ના સવારે 11 થી 12, જી-19, પૂનમ પ્રાઈડ, શાંતિ
એશિયાટીક સ્કૂલ પાસે, એસપી રીંગ રોડ, શેલા, અમદાવાદ છે.
જૂનાગઢ:
દશા સોરઠીયા વણિક વિનોદરાય રતિલાલ ધોળકીયા (મેંદરડાવાળા) તે શૈલેષભાઈ, વૈશાલીબેન, નિશાબેનના
પિતા, કિશોરભાઈ, રમેશભાઈ (જેતપુર)ના ભાઈ, સ્વ.પ્રવિણાબેનના પતિ, સ્વ.નરોત્તમભાઈ ગોરસીયાના
જમાઈનું તા.4ના અવસાન
થયું
છે.
રાજકોટ:
નિર્મળાબેન પલાણ (બાબરાવાળા) તે સ્વ.વ્રજલાલ હંસરાજ પલાણના પત્ની, બીપીનભાઈ, હિતેશભાઈ,
ગીરીશભાઈ, જસુબેન સેજપાલના માતા તથા મીત, ઋતુજ, ડો.હાર્દવી, હેતના દાદીનું તા.7ના અવસાન
થયું છે. બેસણું તા.9ના સાંજે 5 થી 6, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્ક-5 મેઈન
રોડ, રૈયા રોડ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.
જેતપુર:
ચંપાબેન ગોવિંદભાઈ માંગરોલીયા (ઉં.78) તે ધીરૂભાઈ (એલઆઈસી એડવાઈઝર)ના બહેન, ભાવિકભાઈ
(એડવોકેટ)ના ફઈબાનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.12ના સાંજે 4 થી 6, સોમનાથ મહાદેવ
મંદિર, દેસાઈ વાડી, જેતપુર છે.
કુંઢેલી:
વિદ્યાબેન ત્રિવેદી (ઉં.83) તે સ્વ.મહેન્દ્રભાઈ દલપતરામ ત્રિવેદી (પચ્છેગામ-ગારિયાધાર,
હાલ અમદાવાદ)ના પત્ની, સ્વ.પ્રાણશંકર નારાયણજી ત્રિવેદી (ઈશ્વરીયા)ના દીકરી, સ્વ.છેલશંકર
(ઘાંધળી), અનંતરાય તેમજ લલિતભાઈ (ઈશ્વરીયા), સ્વ.જશુમતીબેન (પરવાળા), સ્વ.કુંદનબેન
(પીપરાળી), સ્વ.મંગળાબેન (ફાચરીયા), અન્નપૂર્ણાબેન મહેશચંદ્ર ત્રિવેદી (િસહોર)ના બહેનનું
તા.6ના અવસાન થયું છે. સાદડી (બેસણું) તા.9ના સોમવારે બપોરે 3 થી 6 ઈશ્વરીયા રાખેલ
છે.