• સોમવાર, 02 માર્ચ, 2026

avshan nodh

ચક્ષુદાન

ધોરાજી: વજુભાઇ મહાદેવભાઇ વૈષ્ણવનું અવસાન થતાં પરીવારજનોએ સ્વ. વજુભાઇના ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલના ડોકટર જયેશ વેસેટીયન અને ડોકટર યશ રાંક, મેડીકલ ટીમે પોતાની સેવાઓ બજાવી હતી. આ તકે નિલેશભાઇ વૈષ્ણવ, ઉકાભાઇ વૈષ્ણવ, ચીમનભાઇ વૈષ્ણવ, દિલીપભાઇ ટીલાળા, હિરેનભાઇ દેત્રોજા, જાદવભાઇ રૂપાપરા સહિતના હાજર હતા. જ્યારે રામજીભાઇ નરશીભાઇ ઠુંમરનું અવસાન થતાં તેઓના ચક્ષુઓનું દાન કરાયું હતું. આ તકે પ્રીતભાઇ ઠુંમર, મનસુખભાઇ ઠુંમર, રમેશભાઇ ઠુંમર વગેરે

ઉપસ્થિત હતા.

ગોંડલ: શારદાબેન રતિલાલ સાદરાણી તે રસિકભાઇ, રાજેશભાઇ (જલારામ ખમણ) તથા અરવિંદભાઇનાં માતા, રવિ તથા કૃણાલ, હિતિકનાં દાદીનું તા.1ના અવસાન થયું છે. ઉઠમણું તા.2ના સાંજે 4થી 6 લોહાણા વિદ્યાર્થી ભવન 22/9 ભોજરાજપરા ગોંડલ છે.

રાજકોટ: ચા.મ.મોઢ બ્રાહ્મણ ઉષાબેન ઉમેશકુમાર દવે (ઉ.54) મૂળ ગામ ખાનપર (નેસડા) તે ઉમેશભાઇ (બકુલ) લલિતચંદ્ર દવેના પત્ની, સ્વ. લલિતભાઇ નર્મદાશંકર દવેના પુત્રવધૂ, સ્વ. દક્ષાબેન હેમંતભાઇ વ્યાસ તથા સંજયભાઇના ભાભી, રક્ષિતભાઇ, રિંકલબેનના માતા, પર્વના દાદીમા, સ્વ. જયંતિલાલ જટાશંકર ભટ્ટ (મોરબી)ના પુત્રીનું તા.28ના અવસાન થયું છે. પિયરપક્ષનું બેસણું તા.2ના સાંજે 4 થી 5 ઇન્દ્રેશ્વર મહાદેવ, માસ્ટર સોસાયટી, કસ્તુરબા સ્કુલ, પાસે 80 ફૂટ રોડ રાજકોટ છે.

રાજકોટ: લાભુબેન મુળજીભાઇ મુંજપરા તે વી.એમ. પટેલ (એડવોકેટ), દીનાબેન અશોકકુમાર હીરપરાના માતા, મિલન વી. મુંજપરા (એડવોકેટ) તથા જેનીશા મિતેષકુમાર કાકડીયાના દાદીનું તા.1ના અવસાન થયું છે. બેસણું તા.2નાં સાંજે 4 થી 6, પર્ણકુટી સોસાયટી કોમ્યુનીટી હોલ, એસ્ટ્રોન સોસાયટી સામે, રાજનગર ચોક પાસે, અમીન માર્ગ લાગુ રાજકોટ છે.

રાજકોટ: ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હરિવિદ્યાબેન લલિતભાઇ વ્યાસ (ઉ.82) તે પ્રો. ડો. જયેશભાઇ, શ્રીમતિ મિનાક્ષીબેન મુકેશકુમાર વ્યાસ, શ્રીમતિ રૂપાબેન જયેશકુમાર  શુકલ, શ્રીમતિ હર્ષાબેન ઉર્મિશકુમાર જોષી (દીકરીઓના) માતા તથા હીનાબેનના સાસુ, કૃષ્ણના દાદીનું તા.27ના અવસાન થયું છે.  બેસણું તા.2 ના 4 થી 6 રામેશ્વર મહાદેવ મંદિર, 1/2 લક્ષ્મીનગર, નાનામવા રોડ, ભક્તિનગર સ્ટેશનની પાછળ આવેલ મહાદેવ મંદિર છે.

જામખંભાળિયા: મુળ ભાટીયાના શાંતિલાલ અમૃતલાલ દુધૈયા (ઉ.76) તે નિર્મળાબેનના પતિ, સ્વ. અમૃતલાલ પોપટભાઇ દુધૈયાના પુત્ર, બિજલબેન અતુલભાઇ ભારદીયાના પિતા, નરેન્દ્રભાઇ (જામનગર), નટુભાઇ (રાજકોટ), વિનુભાઇ (યુ.કે.) જગુભાઇ (રાજકોટ), રંજનબેન કિશોરભાઇ વેકરીયા (જામનગર)ના મોટાભાઇ, અતુલભાઇ મહેશભાઇ ભારદીયાના સસરા, સ્વ. ડાયાલાલ દેવજીભાઇ સુરેલીયાના જમાઇનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.5ના 4 થી 4.30 ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, સ્ટેશન રોડ, જામખંભાળિયા છે.

જોડિયા: સ્વ. કૌશિકભાઇ ઉમેદભાઇ (બટુકભાઇ) રામાવતનું અવસાન થયું છે. બેસણું તા.2ના 4 થી 5 નિલકંઠ મહાદેવ મંદિર, ગીતા મંદિર પાસે છે.

દરશાલી: માંગરોળના દરશાલીના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હરેશકુમાર ચંદુલાલ ઠાકવ (ઉ.38) તે ચંદુલાલ શિવશંકર ઠાકરના પુત્ર, અતુલભાઇ (આંબા), ભરતભાઇના ભાઇનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.5ના 2 થી 5 દર્શાલી મુકામે તેમના નિવાસસ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક