ગોંડલ:
ગુણવંતરાય ઉમિયાશંકર શુક્લના પત્ની મુક્તાબેન (ઉં.88) તે ભરતભાઈ, ગૌરવભાઈ, રાજેશભાઈના
માતાનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી 6, શંકરવાડી, વોરકોટડા રોડ,
ગોંડલ છે.
જૂનાગઢ:
જીતેન્દ્ર વલ્લભભાઈ તન્ના (ઉં.60) તે હેતલબેન રાજેશભાઈ સોઢા (રાજકોટ), પૂજા રવિભાઈ
ઠક્કર (પોરબંદર), અતુલભાઈના પિતાશ્રી, પરેશભાઈના મોટાભાઈ, મીનાબેન નરેન્દ્રભાઈ કાનાબાર
અને હંસાબેન પ્રવીણભાઈ રૂપારેલીયા (શાપર)વાળાના ભાઈનું તા.23ના અવસાન થયું છે. બેસણું
તા.24ના સાંજે 4થી 6, ધૃજોટેશ્વર મહાદેવ મંદિર, કૈલાશનગર, શક્કરિયા ટીંબા પાસે, દુબડી
પ્લોટ, જૂનાગઢ છે.
સાવરકુંડલા:
હંસાબેન ભરતભાઈ બોરીસાગર (ઉં.56) તે ગૌતમભાઈના માતુશ્રીનું તા.22ના અવસાન થયું છે.
બેસણું તા.24ના સાંજે 4થી 6, રાજગોર બ્રાહ્મણ બોર્ડિંગ, દેવળા ગેઈટ, કૃષ્ણ પ્લોટ, સાવરકુંડલા
છે.
રાજકોટ:
શ્રીમાળી સોની મિરલ અશ્વિનભાઈ ધોળકિયા (ઉં.33) તે અશ્વિનભાઈ તથા નીતાબેનના પુત્ર, પ્રિયાબેનના
પતિ, પ્રિયમના પિતાશ્રી, કૃતિબેનના ભાઈનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.24ના સાંજે
4-30થી 6, નવદુર્ગા હોલ, જી.કે.ધોળકિયા સ્કૂલ પાસે, પંચાયતનગર બસ સ્ટોપ સામે, યુનિવર્સિટી
રોડ, રાજકોટ છે.