મણિપુરમાં ફરી હુતાશન છે. જંતર-મંતર અને અન્ય વિસ્તારોમાં તો ફક્ત ગરમ વાણીનું વાતાવરણ છે. પરદેશમાં ઉગ્ર આંદોલનો હવે હિંસામાં પલટાયા છે ત્યારે પહાડી વિસ્તાર મણિપુરમાં ફરી હિંસક ઘટનાઓ બની છે. છેલ્લા કેટલાક સમયથી તો હિંસા, હત્યા કે ત્રી અત્યાચાર જેવી ઘટના મણિપુરના રોજિંદા જીવનનો ભાગ બની ગઈ હતી. દેશ-દુનિયામાં એટલી બધી અન્ય ઘટનાઓ બની રહી છે કે દરરોજ થતાં તોફાન ક્યાંક તેની પાછળ ઢંકાઈ જાય છે પરંતુ એનો અર્થ એ નથી કે તેની ગંભીરતા ઓછી છે. ફરી બે દિવસથી મણિપુરમાં સ્થિતિ નિયંત્રણની બહાર છે. લાંબાગાળાના તો અનેક ઉપાય જરૂરી છે પરંતુ હિંસાને તાત્કાલિક નિવારવા માટે અહીં નિ:શત્રીકરણ સચોટ ઉપાય છે.
આતંકવાદીઓએ
મણિપુરમાં લાકડાં કાપવા ગયેલા ગ્રામજનો ઉપર હુમલો કર્યો, કેટલાક મૃત્યુ થયા. મૃતદેહ
લઈને ટોળું મુખ્યમંત્રી આવાસ સુધી ધસી ગયું. આ ઘટના સામાન્ય ન કહી શકાય. રોષે ભરાયેલાં
ટોળાને વિખેરવા પોલીસે પણ ગોળીબાર કર્યો. મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચેની આ લડાઈ હવે તેમના પૂરતી સીમિત રહી
નથી. પર્વતીય જિલ્લાઓમાં અન્ય સમુદાયોના મતભેદ પણ સપાટી ઉપર આવ્યા છે. આ કોઈ એક ઘટના,
એક દિવસના ઝઘડાનું પરિણામ નથી, આ બનાવ નથી. આ વર્ષોથી ચાલ્યું આવતું પ્રકરણ-સમસ્યા
છે. ઈમ્ફાલમાં વસતા મૈતેઈ અને પહાડો ઉપર રહેતા કુકી લોકો વચ્ચે જમીનની માલિકી, અનામત
અને વસ્તીને લગતી બાબતો વિશે વર્ષોથી વિવાદ છે.
સરહદ
પારથી ઘૂસણખોરી, ડ્રગ્સનો વેપાર સહિતના કારણો છે તેની સામે લેવાયેલાં પગલાંને લીધે
પણ તણાવ વધ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો પછી મણિપુરમાં હિંસા નિયંત્રણમાં
આવતી નથી. બન્ને સમુદાયો વચ્ચે વિશ્વાસ પ્રસ્થાપિત થઈ રહ્યો નથી. રાજ્યમાં શાંતિ સ્થાપવા
માટે સખત નિ:શત્રીકરણ અનિવાર્ય પગલું છે. લૂંટાયેલા અને ગેરકાયદે શત્રો સત્વરે જપ્ત
થાય તે જરૂરી છે.પોલીસના શત્રાગારમાંથી લૂંટાયેલા હજારો હથિયાર આજે પણ મિલિશિયા અને
અસામાજિક તત્વો હાથમાં ઘાતક હથિયારો લઈને રખડે છે.
પક્ષપાત
વગર આ અભિયાન હાથ ધરવું પડે. સુરક્ષાદળ તો તેની ભૂમિકા કરે છે જ ઉપરાંત તમામ સમુદાયના
અગ્રણીઓને સાથે બેસાડી પરિણામલક્ષી રાજકીય અને સામાજિક સંવાદ કરવો પણ અનિવાર્ય છે.
મ્યાનમાર સાથેની સરહદો પર ઘૂસણખોરી રોકવાના તમામ ઉપાય વધારે સંગીન બનવા જોઈએ. નિર્દોષોનો
વારંવાર ભોગ લેવાય તે સ્થિતિ લાંબી ચાલે ત્યારે ગંભીરતા વધી જાય. આ હવે રાષ્ટ્રીય સુરક્ષા
અને કાનૂન માટેનો પડકાર છે. મણિપુર ભારતનું અભિન્ન અંગ છે. તેની અખંડિતતા અને શાંતિ
ફક્ત તે રાજ્યની જ નહીં, સમગ્ર રાષ્ટ્રની પ્રાથમિકતા છે.