કોક્રોચ
જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ મુંબઈ પોલીસની પીઠ થાપડીને અભિનંદન આપ્યા. વખાણ
કર્યા પછી કાબેલિયત માટે વિશ્વ વિખ્યાત ગણાતા મુંબઈ પોલીસ તંત્ર સામે ગુનાખોરોએ ગંભીર
પડકાર ફેંક્યો છે. અભિનેતા ટાઈગર શ્રોફ ઉપર ભરરસ્તે ગોળીઓ વરસાવીને હુમલાખોરો નાસી
છૂટયા તે ઘટના મુંબઈ પોલીસ અને રાજ્ય સરકાર માટે પડકાર - પ્રતિષ્ઠાનો સવાલ છે. ગણતરીના
કલાકોમાં હુમલાખોરો પકડાઈ ગયા છે તો પણ ભારતના આર્થિક અને મનોરંજનનું પાટનગર ગણાતા
મહાનગરમાં રાજકીય નેતાઓ અને ફિલ્મ ઉદ્યોગના અગ્રણીઓ ભયમુક્ત બનશે કે નહીં તે પ્રશ્ન
સામાન્ય નાગરિક પણ પૂછી શકે છે.
રવિવારની
સાંજે મુંબઈના ‘શાહી’ ગણાતા જુહુ વિસ્તારમાં પોલીસ થાણાથી માત્ર 305 મીટરના અંતરે ટાઈગર
શ્રોફની મોટરકારને આંતરીને - સામે કૂદીને આવેલા ત્રણ હુમલાખોરો ગાયબ થઈ ગયા. સદ્ભાગ્યે
ટાઈગર શ્રોફ નજીવી ઈજા સાથે બચી ગયા છે જ્યારે એમના ડ્રાઈવર અને અન્ય એક અૉટો રિક્ષાના
ડ્રાઈવરને સારવાર અને સર્જરીની વ્યવસ્થા નજીક આવેલી નાણાવટી હૉસ્પિટલમાં થઈ છે.
હુમલો
કર્યા પછી બે શખસો - અનિલ પંડિત અને હરમન સંધુએ લોરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે જોડાયેલા
હોવાનું જણાવીને હુમલાની જવાબદારી સ્વીકારનો સંદેશ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરીને પોલીસ
તંત્રને પડકાર કર્યો છે.
આ ઘટનાએ
રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. નાયબ મુખ્ય પ્રધાન શિંદે ટાઈગર શ્રોફને
મળવા ગયા અને મુખ્ય પ્રધાને - જેમના હસ્તક ગૃહ વિભાગ પણ છે - પોલીસ કમિશનર દેવેન ભારતી
પાસેથી વિગતવાર અહેવાલ મેળવ્યો અને ટાઈગરને આશ્વાસન - ખાતરી આપી કે અમે તમારી સાથે
છીએ.
પોલીસે
તાત્કાલિક પંદર તપાસ ટુકડીઓને વિગતવાર તપાસની કામગીરી સોંપી છે પણ રાજ્યના વિરોધ પક્ષોના
નેતાઓએ મહાનગરમાં કાયદો વ્યવસ્થા બેહાલ હોવાનું જણાવીને રાજ્ય સરકારની ટીકા કરી છે.
વાસ્તવમાં
ટાઈગર શ્રોફ એક બર્થ ડે પાર્ટીમાં હાજરી આપીને બહાર આવી રહ્યા હતા તે પહેલાં એમની પીઆર
ટીમે એમના આગલા કાર્યક્રમની માહિતી જાહેર કરી હોય અને તે હુમલાખોરો પાસે પહોંચી હોય
એવી શક્યતા પણ દર્શાવાઈ છે.
લોરેન્સ
બિશ્નોઈ ગૅંગના નિશાના ઉપર ફિલ્મ ઉદ્યોગના અગ્રણીઓ મુખ્યત્વે સલમાન ખાનના નિકટના લોકો
છે. ચાર વર્ષ અગાઉ સલમાન ખાનને મોતની ધમકી મળી હતી અને એમના બંગલાના ઝરૂખા ઉપર ગોળીબાર
થયા હતા. આ પછી મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા બાબા સિદ્દીકીને
ઠાર મારવામાં આવ્યા - સલમાન ખાનના નિકટવર્તી હોવાનું કારણ અપાયું હતું. કૅનેડામાં કપિલ
શર્માના કૉફી હાઉસમાં સલમાન ખાનને આમંત્રણ અપાયું હોવાથી ધમકી મળી હતી. બીજી વખત ધમકી
સાથે એક કરોડ રૂપિયાની માગણી હતી. અભિનેતા રણવીર સિંહના મૅનેજરને ફોન ઉપર ધમકી અને
દસથી વીસ કરોડની માગણી પછી પોલીસ ફરિયાદ થઈ હતી.
આ બિશ્નોઈ
ગૅંગનો ખોફ દિલ્હીમાં શરૂ થયો અને હવે નિશાના ઉપર મુંબઈ છે. મુંબઈ પોલીસ આ છેલ્લી ઘટનામાં
ગુનેગારને પકડવામાં સફળ થાય તો પણ પ્રશ્ન રહે છે કે હજુ સુધી આ ગૅંગને ગુના પહેલાં
પકડી કેમ શકાય નહીં? મુંબઈ સાથે દિલ્હી પોલીસે આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ.