ઈરાન- ઈઝરાયલ વચ્ચે શનિવારે શરૂ થયેલું યુદ્ધ ભીષણ તો પહેલી જ ક્ષણથી હતું હવે તે વધારે ભયાવહ બની ગયું છે. આ આગની જ્વાળા ભારત સહિત વિશ્વના અન્ય અનેક હિસ્સા સુધી પહોંચી રહી છે. માનવજીવની ખુવારી અને અસ્કયામતોને થઈ રહેલા નુકસાનનો તો હિસાબ કરવાનું પણ અત્યારે ટાણું નથી. હવે જે દહેશત છે તે અન્ય દેશોમાં જાતિગત યુદ્ધો, વર્ગવિગ્રહની અને કદાચ જોઈ પણ ન શકાય તેટલી છલાંગ લગાવશે તેવી મોંઘવારીની. યુદ્ધને લીધે માણસો જીવ ગુમાવી રહ્યા છે. જીવતા માણસોનું જીવન દોહ્યલું બની ન જાય તે હવેની ચિંતા છે. તીવ્રતમ યુદ્ધના બીજા જ દિવસે સમગ્ર વિશ્વને આંચકો આપ્યો છે તે ઘટના એ છે કે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખોમૈનીનું મોત થયું છે, તેમની સાથે ઈરાનના 40 કમાન્ડો પણ માર્યા ગયાની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.
એક
જ દિવસમાં અમેરિકા-ઈઝરાયલે સંયુક્ત હુમલામાં 1200થી વધારે બોમ્બ ઈરાન ઉપર ફેંક્યા છે.
200ના મોત થયાં છે તેમ લખવું એટલે અસ્થાને છે કે આ વંચાતું હશે ત્યારે મૃત્યુઆંક તો
સડસડાટ વધી ગયો હશે. આમ તો આ યુદ્ધના ભણકારા છેલ્લા એક સપ્તાહથી વાગતા હતા. જે ટ્રમ્પને
શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર જોઈતો હતો, જેમણે વેનેઝુએલાના વિપક્ષી નેતાના હાથમાંથી
તે નોબેલ લઈને તસવીરો પડાવી હતી તે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધના સુકાની સમાન છે. સત્તા
પલટાના ઈરાદે અમેરિકા-ઈઝરાયલ ઈરાન ઉપર પિશાચી તાકાતથી ત્રાટક્યા.
ઈરાને
9 દેશો ઉપર વળતો હુમલો કર્યો. જેમાં વેપાર-પ્રવાસનના વિશ્વસ્તરીય મથકો દુબઈ અને અબુધાબી
શહેર પણ બાકી રહ્યા નથી. સ્થિતિની અત્યંત ગંભીરતા પારખીને પોપ લીઓને ભલે હિંસા રોકવાનો
અનુરોધ કર્યો પરંતુ જે ત્વરાથી આ દેશો આગળ વધી રહ્યા છે તે જોતાં યુદ્ધ રોકાય તેવી
શક્યતા લાગતી નથી, આ કદાચ અપૂર્વ સ્થિતિ સર્જાય તોય નવાઈ નહીં. ઈરાનમાં ચાલીસ દિવસના
રાષ્ટ્રીય શોકની વચ્ચે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે તો સામે પાકિસ્તાન સહિતના દેશોમાં
તેના પડઘા પડયા છે. અમેરિકી મિશનમાં ત્યાં હુમલો થયો છે. 9 લોકોના મૃત્યુના અહેવાલ
છે. કરાચીમાં પણ પ્રદર્શન થયાં છે. ભારતના કાશ્મિરમાં પણ ખોમેનીના મોતનું માતમ મનાવાયું.
ઈરાન સહિતના દેશોમાં અમેરિકી એરબેઝ ઉપર હુમલા થઈ રહ્યા છે.
યુદ્ધની
તમામ આધુનિક પદ્ધતિઓ-આયુધોના ઉપયોગ કરીને શરૂ કરાયેલું ઓપરેશન એપિક ક્યૂરી જાણે એપિક
ક્રૂરી બન્યું છે. ઈરાન પણ હવે હિન્દ મહાસાગરને રણભૂમિ બનાવીને ઓપરેશન ટુ પ્રોમિસ ફોરના
નામે વધારે આક્રમકતાથી ત્રાટક્યું છે. બન્ને પક્ષે પ્રહાર-પ્રતિપ્રહાર ચાલુ છે.
દુબઈ,
અબુધાબી ઉપરાંત કતારની રૂપકડી રાજધાની દોહામાંય સળગતી ગગનચુંબી ઈમારતો અને અસ્તવ્યસ્ત
માળખાંના ડરામણાં દૃશ્યો આવી રહ્યાં છે. ટૂરિસ્ટ અને કારોબારી વિશ્વનું ચહીતું દુબઈ-અબુધાબીએ
લપેટમાં આવ્યા એ મોટી ચિંતાની વાત છે. ઈન્ડિયન એરલાઈન્સ સહિતના ભારત અને અખાતી દેશોની
260 જેટલી વિમાની સેવા ગઈકાલે જ સ્થગિત કરી દેવાઈ હતી. આજે પણ સ્થિતિ આ જ છે. ઈરાનમાં
ફસાયેલા ભારતીયોને જોર્ડનના રસ્તે રેસ્ક્યૂ કરવાનું આયોજન થઈ રહ્યું છે. અબુધાબીમાં
બીએપીએસ મંદિર બંધ કરી દેવાયું છે.
સાઉદી
અરબમાં ભારતીયોને કોઈ પણ પ્રકારના વીડિયો, સમાચાર ક્યાંય પણ વાયરલ કરવાની મનાઈ ફરમાવાઈ
છે. સામાન્ય લોકોના ફોન પણ સરકારની નિગેહબાનીમાં છે.
અખાતી
દેશો પણ યુદ્ધમાં જોતરાતાં દુનિયાના તેલ-ગેસ પુરવઠા અને જહાજી કારોબારને ગંભીર ફટકો
પડવાની વકી છે. શેરબજાર તૂટશે અને તેલના ભાવો વધતાં મોંઘવારી-મંદી બેકાબૂ બની શકે. અડધું વિશ્વ યુદ્ધરત છે છતાં આર્થિક પ્રવાહો મોટાભાગે
સ્થિર છે. કોરોનાની કપરી સ્થિતિ અને રશિયા યુક્રેન યુદ્ધ પછી જે કંઈ વૈશ્વિક સ્તરે
થયું તેનો સામનો ભારત કરી ચૂક્યું છે, મોટા ભાગે તે ઉગરી ગયું છે. છેલ્લે ટ્રમ્પ ટેરિફનો
માર પણ હતો પરંતુ જીએસટી સહિતના પગલાં સુરક્ષા માટે અગત્યના નિવડયાં. હવે આ યુદ્ધને
લીધે જે માર પડશે તેને કેવી રીતે ઝીલવો તે પડકાર મોટો છે.
આ સ્થિતિ
ઊભી થવામાં ઈરાનની નાફરમાની કારણભૂત છે જ, તેનો ગુપ્ત પરમાણુ કાર્યક્રમ અમેરિકા-ઈઝરાયલ
સહિત દુનિયાના દેશોને ડરાવી રહ્યો છે. એટલે જ ઈઝરાયલ-અમેરિકાએ સંયુક્ત લશ્કરી કાર્યવાહી
કરીને વધુ એક યુદ્ધ થોપી દીધું. લક્ષ્ય છે ઈરાનમાં સત્તાપલટાનું. ઉશ્કેરણીખોર પગલું
નિવારી શકાયું હોત. સ્પેનના વડાપ્રધાને ટ્રમ્પ-નેતન્યાહુની ટીકા કરી છે. ભારતે શાંતિની
અપીલ કરી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોંએ તત્કાળ યુનોની સલામતી સમિતિની
બેઠક બોલાવવા માગણી કરી છે અને કહ્યું છે કે, યુ.એસ.-ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી વૈશ્વિક શાંતિ,
સ્થિતરતા અને સુરક્ષા પર ગંભીર અસર પડશે.
પરિસ્થિતિ
વિસ્ફોટક છે. વિકાસનાં સપનાં જોતાં ભારત જેવા અનેક મહેનતકશ દેશોનું ગણિત બગડી શકે છે.
પ્રશ્ન એ પણ છે કે, આમ નાગરિકોનો વાંક શો? સેંકડો લોકો મોતને ભેટશે એ કોના વાંકે? ડોનાલ્ડ
ટ્રમ્પની તુમાખી જોતાં યુદ્ધ એમ તાત્કાલિક વિરામ પામે તેવી શક્યતા ઓછી છે. ડર તો એ
છે કે ઈરાનના હિતેચ્છુ ચીન અને રશિયાનું વલણ હવે શું રહેશે
શાંતિના
હિમાયતી એવા ભારત સહિતના દેશોની વિદેશનીતિ, મુત્સદીગીરીની કસોટી છે. યુદ્ધ કોઈ સ્થિતિનો
ઉકેલ નથી એવી વાતો અત્યારે નર્યો આદર્શ ભાસે. વિશ્વની મહાસત્તાના વડાની માનસિકતા જ
યુદ્ધખોરીની અને સામ્રાજ્યવાદની હોય ત્યારે બીજું શું થાય, ટ્રમ્પ જાણે વૈશ્વિક સરમુખત્યાર
તરીકે વર્તી રહ્યા છે. મિસાઈના ગગનભેદી અવાજો, કાળા ડિબાંગ ધુમાડા ઓસરે અને ફરી શાંતિ
સ્થપાય તે ઈચ્છા મોટાભાગના લોકોની છે પરંતુ ક્યારે પૂર્ણ થશે તે નક્કી નહીં.