• મંગળવાર, 24 નવેમ્બર, 2026

સોનામાં કડાકા વચ્ચે ચીનનો મોટો ખેલ

રોકાણકારો વેચે છે ત્યારે ચીને ગોલ્ડની ખરીદીમાં બનાવ્યો રેકોર્ડ

બીજિંગ, તા. 23 : વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં ભારે કડાકો બોલાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ચીન પીળી ધાતુને લઈને એક મોટો ખેલ કરી રહ્યું છે. દુનિયાભરમાં સોનાના ભાવ તૂટવા છતાં ચીનની સેન્ટ્રલ બેંક સતત 24મા મહિને દનાદન સોનાની ખરીદી કરીને પોતાનો ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અક્ટોબર-2026ના રિપોર્ટ અનુસાર પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ ઓક્ટોબર મહિનામાં જ આશરે 26 ટન સોનું ખરીદ્યું છે. ઓક્ટોબર-2023 પછી ચીનની આ સૌથી મોટી મંથલી ગોલ્ડ ખરીદી છે. આ સાથે જ ચીનનો ઓફિશિયલ ગોલ્ડ રિઝર્વ ઊછળીને 2435 ટન પર પહોંચી ગયો છે, જે તેના કુલ ફોરેન એક્સચેન્જ રિઝર્વના 8.1 ટકા હિસ્સો ધરાવે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કઇખઅ ગોલ્ડ પ્રાઈઝ ડોલરના હિસાબે 6.3 ટકા અને શંઘાઈ બેન્ચમાર્ક યુઆનના હિસાબે 5.9 ટકા ગગડયો છે. આ ઘટાડા છતાં ચીની ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (Gold ETF)માં સતત ચોથા મહિને 6.3 ટન સોનું ઠાલવવામાં આવ્યું છે, જેથી ચીનની કુલ મેટલ ઈટીએફ હોલ્ડિંગ્સ રેકોર્ડ 310 ટન પર પહોંચી ગઈ છે.

સોનું સસ્તું થઈ રહ્યું હોવા છતાં ચીન આટલા મોટા પાયે ભંડાર વધારી રહ્યું છે, તેની પાછળ તેની લાંબા ગાળાની આર્થિક વ્યૂહરચના છે-ડોલર પર નિર્ભરતા ઘટાડવી-ચીન વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની પકડ મજબૂત કરવા અને અમેરિકી ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે પોતાના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સોના જેવા સેફ એસેટ્સ ઉમેરી રહ્યું છે.

માત્ર ચીન જ નહીં, પરંતુ વિશ્વભરની કેન્દ્રીય બેંકો પણ નીચા ભાવે સોનું એકઠું કરી રહી છે. જેફરીઝના રિપોર્ટ મુજબ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક સેન્ટ્રલ બેંકોએ નેટ 321.2 ટન સોનાની ખરીદી કરી છે, જે 2024ના ચોથા ત્રિમાસિક ગાળા પછી સૌથી વધુ છે. બદલાતી વૈશ્વિક અને આર્થિક પરિસ્થિતિઓમાં પોતાની અનામત સંપત્તિને વૈવિધ્યસભર રાખવા માટે બેંકો આ પગલું ભરી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક