• મંગળવાર, 24 નવેમ્બર, 2026

આખરી 43 ઓવરમાં વિકેટ ન મળી ઃ પ્રથમ ટેસ્ટ ડ્રો

ન્યુઝીલેન્ડની ધરતી પર પાછલા 17 વર્ષથી ચાલ્યો આવતો ટેસ્ટ વિજયનો ભારતીય ટીમનો દુકાળ યથાવત્

વેલિંગ્ટન, તા.23ઃ ભારત વિરુદ્ધનો પ્રથમ ટેસ્ટ સંઘર્ષ બાદ ડ્રોમાં સમાપ્ત કરવામાં ન્યુઝીલેન્ડ સફળ રહ્યંy છે. પહેલી ઇનિંગમાં 720 રનનો પહાડ જેવો સ્કોર ખડકયાં બાદ 3પ2 રનની જંગી સરસાઇ છતાં ટીમ ઇન્ડિયા કિવિઝ ધરતી પર ટેસ્ટ વિજયથી વંચિત રહી હતી. આ ડ્રો સાથે જ ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતીય ટીમનો 17 વર્ષ જૂનો ટેસ્ટ જીતનો દુકાળ યથાવત રહ્યો હતો. આ પહેલા 2009માં એમ. એસ. ધોનીની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતે આખરી ટેસ્ટ જીત્યો હતો. ત્યારે હેમિલ્ટન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની 10 વિકેટે જીત થઇ હતી અને શ્રેણી 1-0થી કબજે કરી હતી.

મેચના આજે અંતિમ દિવસે ભારતીય બોલર આખરી 43 ઓવરમાં ન્યુઝીલેન્ડની એક પણ વિકેટ ઝડપી શકયા ન હતા. ન્યુઝીલેન્ડનો સ્કોર 120 ઓવરમાં પ વિકેટે 239 રન હતો. ત્યારે બન્ને ટીમના કપ્તાન મેચ સમાપ્ત કરવા માટે સમંત થયા હતા. શ્રેણીનો બીજો ટેસ્ટ શુક્રવારથી શરૂ થશે.

મેચના આખરી દિવસે ભારતને જીત મળશે તેવી આશા હતી. આજે લંચ પહેલા કિવિઝ ટીમે 176 રનના સ્કોર પર પ વિકેટ ગુમાવી દીધી હતી. આથી ભારતનો વિજય હાથવેંત જેવો બની ગયો હતો, પણ ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સે ભારતીય બોલરોનો મક્કમતાથી સામનો કરી મેચ ડ્રોમાં ખેંચી જવામાં સફળ રહ્યા હતા. આ બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટની અતૂટ ભાગીદારીમાં 2પ9 દડામાં 63 રનની ભાગીદારી થઇ હતી. મિચેલ 186 દડામાં 4 ચોક્કા-1 છક્કાથી 49 રને અને ફિલિપ્સ 126 દડામાં 2 ચોકકાથી 26 રને નોટઆઉટ રહ્યા હતા. આ બન્નેએ 43 ઓવર સુધી ક્રિઝ પર ટકી રહી ગિલ એન્ડ કુ.ને વિજયથી દૂર રાખી હતી. ડ્રો પરિણામથી બન્ને ટીમની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચવાની રાહ કઠિન બની છે.

મેચના આજે અંતિમ દિવસે ભારતને ન્યુઝીલેન્ડની ફકત 3 વિકેટ નસીબ થઇ હતી. ડવેન કોન્વે 16પ દડામાં સુંદરના દડામાં આઉટ થયો હતો. રચિન રવીન્દ્ર 129 દડામાં 37 રને આઉટ થયો હતો. તેની વિકેટ ક્રિષ્નાને મળી હતી. ટોમ બ્લંડેલ 1પ રને કમ્બોજના દડામાં પંતને કેચ આપી આઉટ થયો હતો. આ પછી ભારતને વિકેટ મળી ન હતી. કિવિઝના અંતમાં પ વિકેટે 239 રન થયા હતા. મેચના અંતિમ દિવસે ભારતનો સ્ટ્રાઇક બોલર બુમરાહ વિકેટ ઝડપી શકયો ન હતો.

પ્રથમ દાવમાં 17પ રનની અણનમ ઇનિંગ રમનાર અને બીજા દાવમાં 31 રન કરનાર કિવિઝ વનડાઉન બેટર હેનરી નિકોલ્સ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક