બંધ ગોડાઉનનું
તાળું તોડી
145 વાયર બંડલ
અને ચાર
સ્ટ્રીટ લાઈટ
ચોરાઈ હતી
ઃ ત્રણ
આરોપી ઝડપાયા,
કાર સહિત
રૂ.10.88 લાખનો
મુદ્દામાલ કબજે
મોડાસા, તા.23ઃમોડાસા
શહેરની નવી
સિવિલ હોસ્પિટલના
બંધ ગોડાઉનનું
તાળું તોડી
ઇલેક્ટ્રિક સામાનની
ચોરી કરનાર
રાજસ્થાનની કાલબેલિયા
ગેંગનો પોલીસે
પર્દાફાશ કર્યો
છે. ગત
15 નવેમ્બરની વહેલી
સવારે 3ઃ10થી
3ઃ38 દરમિયાન
તસ્કરો 145 વાયર
બંડલ અને
ચાર સ્ટ્રીટ
લાઈટ મળી
રૂ.8.46 લાખથી
વધુનો સામાન
ચોરી ગયા
હતા. આ
અંગે ફરિયાદ
નોંધાયા બાદ
પોલીસ વડા
મનોહરાસિંહ જાડેજાના
માર્ગદર્શન હેઠળ
પી.આઈ.
આર.ડી.
ચૌધરીએ તપાસ
શરૂ કરી
હતી.
ઘટનાસ્થળ આસપાસના
ખાનગી સીસીટીવી
અને નેત્રમ
કેમેરાનાં ફૂટેજ
તપાસતાં મહિન્દ્રા
મરાઝો કાર
શંકાસ્પદ જણાઈ
હતી. કારના
નંબરના આધારે
તપાસ કરતાં
ગેંગ સુધી
પોલીસ પહોંચી
હતી.
પોલીસે રાજસ્થાનના
અનીલ ઉર્ફે
અલી રમેશભાઈ
કાલબેલિયા, અનીલ
ઉર્ફે પોટો
ગણેશભાઈ કાલબેલિયા
અને રવિ
શંકરભાઈ કાલબેલિયાની
ધરપકડ કરી
છે.