એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સ વન ડે ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચવા આજે ઞઅઊ વિરુદ્ધ વિજય જરૂરી
દોહા, તા.23ઃ એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સ વન ડે ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલની જગ્યા પાકી કરવા માટે મંગળવારે ઈન્ડિયા એ ટીમે હરહાલમાં યૂએઇ વિરૂધ્ધ વિજય હાંસલ કરવો પડશે. આ મહત્ત્વના મેચમાં ઇન્ડિયા એ ટીમના યુવા ખેલાડીઓએ તમામ મોરચે શાનદાર દેખાવ કરવો પડશે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી શરૂ થશે.
ઇન્ડિયા એ ટીમનો પાછલા મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ 48 રને આંચકારૂપ પરાજય થયો હતો. આ મેચમાં ભારતીય બોલર પાક.ની બેટિંગ લાઇન અપ પર અંકુશ મુકવામાં નિષ્ફળ રહી હતી. આથી પાક. ટીમ 313 રનનો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. ખાસ વાત એ રહી હતી કે પાક. ટીમે આખરી 11 ઓવરમાં પ વિકેટ ગુમાવવા છતાં 83 રન જોડયા હતા.
યૂએઇ ટીમ મજબૂત નથી પરંતુ તેને હળવાશથી લેવાનું ભારે પડી શકે છે. ગ્રુપ મેચમાં યૂએઇ ટીમે પાકિસ્તાનને 24પ રનમાં ઓલઆઉટ કર્યું હતું.આથી ઇન્ડિયા એ ટીમે સાવધ રહેવું પડશે. ટીમને વૈભવ સૂર્યવંશી પાસેથી સારા દેખાવની આશા રહેશે. આ 1પ વર્ષીય બેટર નેપાળ સામે 26 અને પાક. સામે 11 રન કરી શક્યો હતો. યૂએઇ સામેની જીતથી ભારતના 3 મેચમાં 4 અંક થશે અને સીધો સેમિ ફાઇનલમાં પ્રવેશ મળશે.