બોથડ પદાર્થના
ઘા ઝીંકી
હત્યા કરાયાની
આશંકા ઃ
પતિ અને
પુત્રની ભૂમિકા
અંગે પોલીસ
તપાસ, પતિએ
ધોલેરામાં આપઘાત કર્યાની
ચર્ચાથી રહસ્ય
ઘેરાયું
બાબરા, તા.23ઃ
બાબરા શહેરની
ખોજા શેરી
વિસ્તારમાં આવેલા
રહેણાક મકાનમાંથી
મહિલાની બોથડ
પદાર્થના ઘા
મારેલી હાલતમાં
લાશ મળી
આવતાં સમગ્ર
પંથકમાં ચકચાર
મચી ગઈ
છે. મહિલાની
હત્યા કરવામાં
આવી હોવાની
પ્રાથમિક આશંકા
વચ્ચે પોલીસ
દ્વારા પરિવારજનોની
ભૂમિકા સહિતના
વિવિધ પાસાઓની
તપાસ હાથ
ધરવામાં આવી
છે. ખાસ
કરીને પતિ
અને પુત્રની
સંડોવણી હોવાની
દિશામાં તપાસ
આગળ ધપાવવામાં
આવી રહી
છે. બીજી
તરફ મહિલાના
પતિએ ધોલેરા
ખાતે આપઘાત
કર્યો હોવાની
પ્રાથમિક ચર્ચા
પણ સામે
આવતાં સમગ્ર
બનાવમાં નવો
વળાંક આવ્યો
છે. ઘટનાની
જાણ થતાં
બાબરા પોલીસનો
કાફલો સ્થળ
પર દોડી
ગયો હતો
અને તપાસ
શરૂ કરી
હતી.
પ્રાથમિક વિગતો
મુજબ, મૂળ
ધોલેરા વિસ્તારના
વતની અને
છેલ્લા એકાદ
વર્ષથી બાબરામાં
નાના બસ
સ્ટેન્ડ નજીક
રહેતા વિનોદભાઈ
ગોહેલ છૂટક
મજૂરી કામ
કરી પરિવારનું
ગુજરાન ચલાવતા
હતા. તેઓ
પત્ની શારદાબેન
અને પુત્ર
સાથે રહેતા
હતા. દરમિયાન
ખોજા શેરીના
મકાનમાંથી શારદાબેનની
લાશ મળી
આવતાં પોલીસ
દ્વારા મૃતદેહને
પોસ્ટમોર્ટમ માટે
બાબરા સરકારી
હોસ્પિટલ ખસેડવાની
તજવીજ હાથ
ધરવામાં આવી
હતી. પતિ
વિનોદભાઈએ ધોલેરામાં
આપઘાત કર્યો
હોવાની માહિતીની
પણ પોલીસ
ખરાઈ કરી
રહી હોવાનું
જાણવા મળે
છે. હાલ
હત્યા પાછળનું
કારણ, પતિ
અને પુત્રની
ભૂમિકા તેમજ
ઘટનાક્રમ અંગે
પોલીસ દ્વારા
કડીઓ જોડવામાં
આવી રહી
છે.