• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ટાઈગર શ્રોફ ઉપર પાંચ રાઉન્ડ ગોળીબાર : અભિનેતા સુરક્ષિત

મુંબઈમાં ફૂટબોલ રમીને પરત ફરી રહ્યો હતો ત્યારે ત્રણ અજ્ઞાત બાઈકસવારે હુમલો કર્યો : લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી લેતા કહ્યું, સલમાન સાથે કામ કરનારાઓનો આવો અંજામ થશે

 

મુંબઈ, તા. 18 : મુંબઈમાં જેકી શ્રોફના પુત્ર અને ફિલ્મ અભિનેતા ટાઈગર શ્રોફ ઉપર ગોળીબારનો બનાવ રવિવારે મોડી સાંજે સામે આવ્યો હતો. અહેવાલ અનુસાર બાઈકસવાર ત્રણ અજ્ઞાત હુમલાખોરોએ પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જો કે ટાઈગર શ્રોફ આ હુમલામાં સુરક્ષિત છે. જ્યારે ડ્રાઈવરને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બાદમાં  લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હુમલાની જવાબદારી લેવામાં આવી હતી અને કહ્યું હતું કે, સલમાન ખાન સાથે કામ કરનારાઓનો આવો જ અંજામ થશે.

સૂત્રો અનુસાર ટાઈગરની બીએમડબલ્યુ કાર ઉપર પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલામાં ટાઈગરને કોઈ ઈજા પહોંચી નહોતી પણ ડ્રાઈવરને ઈજા પહોંચતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેમજ નજીક રહેલા રિક્ષા ચાલકને ગોળી વાગી હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા હતા. કહેવાય છે કે ટાઈગર ફૂટબોલ મેચ રમીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે હુમલાનો બનાવ બન્યો હતો. ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને પુરા વિસ્તારમાં ઘેરાબંધી કરી લીધી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ પોલીસ કમિશનરને ફોન કરીને બનાવ અંગે માહિતી લીધી હતી અને તત્કાળ કાર્યવાહી કરી હુમલાખોરોને પકડવા તેમજ આકરા પગલા લેવા નિર્દેશ આપ્યા હતા.

આ દરમિયાન લોરેન્સ બિશ્નોઈ તરફથી કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો હતો કે ટાઈગરને પહેલા પણ ફોન કરીને ધમકી આપવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી અનિલ પંડિત અને હરમન સંધૂ લઈ રહ્યા છે. ટાઈગરને ફોન કરીને સમજાવ્યો હતો પણ તે સમજ્યો નહોતો. એટલે હવે સારી રીતે સમજાવવામાં આવ્યો છે. જે કોઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વાત નહી સાંભળે અથવા સલમાન સાથે કામ કરશે તેનો આગામી નંબર રહેશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026