• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

પુત્રવધૂના આડાસંબંધ મામલે માથાકૂટ હળવદમાં પિતાના હાથે પુત્રની હત્યા 13મીના રોજ હત્યા થઈ હતી, પોલીસ તપાસમાં પિતા જ આરોપી નીકળ્યા

(ફૂલછાબ ન્યુઝ)

મોરબી, હળવદ, તા. 18 : હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની વાડીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા હળવદ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને સઘન તપાસ ચલાવતા હત્યા કરનાર આરોપી પિતાને ઝડપી લઈને હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે

 હળવદ પોલીસ મથકમાં ગત તા. 13 ના રોજ હત્યાની ફરિયાદ નોંધાઈ હતી કે ફરિયાદી શામજીભાઈ કરશનભાઈ જાદવ (ઉ.વ.46) ના ભત્રીજા અનીલ રામજીભાઈ જાદવ (ઉ.વ.27) વાળાને તા. 12 ના રાત્રીના સવા નવ વાગ્યા પહેલા કોઈપણ અજાણ્યા ઇસમેં બોથડ પદાર્થ વડે માથામાં ઘા ઝીકી હત્યા કરી હતી હળવદ પોલીસે હત્યાની ફરિયાદ મામલે તપાસ ચલાવી હતી અને મૃતકના પિતા આરોપી રામજીભાઈ કરશનભાઈ જાદવ (ઉ.વ.49) ને ઝડપી લઈને હત્યામાં વપરાયેલી લોખંડની કોસ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર હત્યાના આરોપી પિતાની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા મૃતક અનીલની પત્નીને લગ્ન બહારના આડા સંબંધ હતા જે મામલે પિતાએ અનીલને ઠપકો આપતા પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન આવેશમાં આવી જઈને સગા દીકરાને માથામાં લોખંડ પરાઈ (કોસ) ના જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાનું ખુલ્યું છે.

 એક જ પરિવારમાં બનેલી આ ઘટનાએ નાના એવા ગામમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. પિતાએ જ પુત્રની હત્યા કરી હોવાની વાત ગામલોકો માટે પણ આઘાતજનક બની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026