• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ભાવનગરના યુવાને મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવી કર્યો આપઘાત

લગ્નજીવનના વિવાદથી કંટાળી ભરેલું પગલું : ભાવનગરથી બાઇક લઇ મહારાષ્ટ્ર પહોંચીને કરી આત્મહત્યા

(ફૂલછાબ ન્યુઝ)

ભાવનગર,તા.18 : ભાવનગરમાં રહેતા અને પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા યુવાને મહારાષ્ટ્રના કોંકણકડા પર્વત પરથી 1700 ફૂટ ઉંડી ખીણમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. લગ્નજીવનના વિવાદ અને કાયદાકીય બાબતોના માનસિક ત્રાસથી પગલું ભરી લીધાનું ખૂલવા પામ્યું છે. યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજપરા (ઠાઢચ)ના વતની અને ટીંબા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા વિશ્વરાજાસિંહ મયુરાસિંહ ગોહિલે મહારાષ્ટ્રના હરિશ્ચંદ્રગઢ ખાતે કોંકણકડા પર્વત પરથી આશરે 1700 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરનાર વિશ્વરાજાસિંહના લગ્ન ગત 8 ફેબ્રુઆરી 2026ના રોજ ધારાબા અજયાસિંહ સરવૈયા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ઘરેલુ બાબતોને લઈને ગત 12 સપ્ટેમ્બરના રોજ પત્ની દ્વારા પોલીસમાં ઘરેલુ હિંસા અંગે અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ કાળિયાબીડની અંજની સીટીમાં આવેલા સાસરીના ઘરે વાતચીત દરમિયાન વિશ્વરાજાસિંહે પોતાના હાથની નસ કાપી લીધી હોવાનો બનાવ બન્યો હતો. આ અંગે તેમના સસરા દ્વારા નીલમબાગ પોલીસ સમક્ષ અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ 9 ઓક્ટોબરના રોજ તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી બાદ તેઓ ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા અને મહારાષ્ટ્ર પહોંચીને આત્યંતિક પગલું ભર્યું હતું. આ મામલે કાંકણવાડા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026