• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ફ્રાન્સમાં ક્રાંતિ ! સરકાર સામે જનતામાં અશાંતિ

મોંઘવારી સહિતના મુદ્દે આઠ લાખ લોકો રસ્તા પર: ઠેરઠેર હિંસા, સ્થિતિ તંગ

પેરિસ, તા. 18 :   ફ્રાન્સમાં વધતી જતી મોંઘવારી અને ઈંધણના ભાવ સામે વિરોધ પ્રદર્શન કરવા માટે આઠ લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ફ્રાન્સ 24ના અહેવાલ મુજબ, રાજધાની પેરિસમાં રાષ્ટ્રપતિ ભવન એલિસી પેલેસથી માત્ર 400 મીટર દૂર પ્રદર્શનકર્તાઓએ હિંસક દેખાવો કર્યા હતા અને વાહનોને આગ લગાવી દીધી હતી. આ ઘટનાઓના સંદર્ભમાં આશરે 1200 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  દરમિયાન, લિમોજિસ શહેરમાં મોઢા પર માસ્ક પહેરેલા પ્રદર્શનકારીઓએ ટાઉન હોલને આગ લગાવી દીધી હતી જેના કારણે 143 વર્ષ જૂની આ ઈમારત લગભગ સંપૂર્ણપણે નાશ પામી છે. દેશના અનેક ભાગોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે તણાવ યથાવત રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં લગભગ એક મહિનાથી વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ આંદોલનની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓના દેખાવોથી થઈ હતી, જે હવે એક વ્યાપક સામાજિક આંદોલનમાં પરિવર્તિત થઈ ગયું છે.

પ્રદર્શનકર્તાઓ વેતન અને પેન્શન વધારવા, મોંઘવારી ઘટાડવા, સરકારી સેવાઓ સુધારવા, શાળાઓમાં શિક્ષકની તંગી ઘટાડવા અને જર્જરિત ઈમારતોને દૂરસ્ત કરવા જેવી માંગ સાથે રસ્તા પર ઊતર્યા છે.

21 સપ્ટેમ્બરના પેરિસની  લાઈસી સેન્ટ-એક્ઝ્યુપેરી શાળાના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ શાળા અત્યંત ગરીબ લોકોના વસવાટ કરતા વિસ્તારમાં આવેલી છે. શાળામાં શિક્ષકો અને સંસાધનોની અછતને દૂર કરવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા હતા.

29 સપ્ટેમ્બરના  વહીવટીતંત્રે શાળામાં વધારાનો સ્ટાફ મોકલ્યો જેનાથી હડતાલનો અંત આવ્યો હતો જોકે, ત્યાં સુધીમાં અન્ય વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ચૂક્યા હતા. માત્ર આઠ દિવસમાં જ આ આંદોલન 410 શાળાઓ સુધી ફેલાઈ ગયું હતું.

ત્યારબાદ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા. વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા, શિક્ષકો અને મજૂર સંગઠનોનું સમર્થન મળ્યું હતું.

અત્યાર સુધીમાં 6,000થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંના મોટાભાગના સગીર હતા; તેમને બાદમાં કોઈ પણ આરોપ દાખલ કર્યા વિના મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026