દીવ, તા.17 : દીવના કેવડી ગામમાં એજ્યુકેશન હબની સામે બે તસ્કરે આશરે નવ જેટલાં બંધ મકાનમાં ચોરી કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. આ બન્ને લોકો રાત્રીના બે વાગ્યે દરવાજા તોડતા દેખાય છે. આ બંધ મકાનના માલિકો લંડનમાં વસવાટ કરે છે. જે ઘરોમાં ચોરી થઈ છે ત્યાં આસપાસ કોઈ જ રહેતું નથી. ગ્રામજનોએ આ ચોરીની જાણ પોલીસને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગ્રામજનોનું કહેવું છે કે, ખૂબ
જ મોટી ચોરી થઈ છે. આ મકાન માલિકોમાં નરોત્તમ સોમા, મોહન લાલજી, મનોજ કાનજી, પાનીબાઈ
વીરા, હીરીબેન દેવજી, રતનબેન લક્ષમણ, સવિતા મણીલાલ, નવીન ભીખા અને જેન્તી લાલજી અને
ગાવિંદ બાવા છે. ચોરીની જાણકારી મકાન માલિકોને આપવામાં આવી છે.
તસ્કરોએ દરવાજા નહીં તૂટતા બારીની
ગ્રીલ તોડી ચોરી કરી છે. બે ઘરમાં દારૂ પણ પીધો છે. પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા
છે. ગ્રામજનોનું કહેવું છે કે બે થી વધારે ચોર હશે અને ચોરોને ખબર છે કે આ બંધ મકાનો
છે. અહીં કોઈ રહેતું નથી તેનો લાભ ઉઠાવ્યો છે.