• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

દક્ષિણ આફ્રિકા માટે ‘કરો યા મરો’ : ઓસ્ટ્રેલિયા સામે આજથી બીજી ટેસ્ટ

રબાડાની વાપસીની શક્યતા, સ્ટબ્સની જગ્યાએ મેથ્યુ બ્રીત્ઝકેનો સમાવેશ

નવી દિલ્હી, તા.17: ડર્બનના કિંગ્સમીડ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં 214 રનની શરમજનક હારનો સામનો કર્યા બાદ યજમાન દક્ષિણ આફ્રિકા પુનરાગમન માટે કમર કસી રહ્યું છે. ત્રણ ટેસ્ટ મેચોની આ શ્રેણીનો બીજો મુકાબલો રવિવાર, 18 ઓક્ટોબરથી ગેબર્હા (પોર્ટ એલિઝાબેથ) સ્થિત સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતે રમાશે. આ શ્રેણીમાં જીવંત રહેવા માટે દક્ષિણ આફ્રિકા માટે આ મેચ જીતવી અનિવાર્ય બની ગઈ છે. 

શ્રેણી બરાબર કરવાના ઈરાદા સાથે દક્ષિણ આફ્રિકાની ટીમે પોતાના સ્ક્વોડમાં મહત્વના ફેરફારો કર્યા છે. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા મિડલ ઓર્ડર બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. તેના સ્થાને તાજેતરની વન-ડે સિરીઝમાં સારું પ્રદર્શન કરનાર મેથ્યુ બ્રીત્ઝકેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઈજામાંથી રિકવર થઈ રહેલા બોલર કાગિસો રબાડા પુનરાગમન કરે તેવી શક્યતા છે. બીજી તરફ કાંગારૂ ટીમ પોતાની વિજેતા પ્લેઇંગ ઈલેવનમાં કોઈ છેડછાડ કરે તેવી શક્યતા ઓછી જણાય છે. જોકે, મેનેજમેન્ટ પોતાના અનુભવી બેટ્સમેનો પાસેથી વધુ સારા દેખાવની આશા રાખશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક