ગઢડા,
તા.6: ગઢડાના ગઢડા-નિંગાળા રોડ નજીક કેરી નદીના પુલ પાસેથી કારમાં છુપાવેલો ભારતીય
બનાવટના વિદેશી દારૂની રૂ. 2,77,440ની કિંમતની 1632 બોટલ, વાહન તથા મોબાઈલ મળીને કુલ
રૂ.8,27,440નો મુદ્દામાલ બોટાદ એલ.સી.બી.ની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.
બોટાદ
એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સાવન અશોકભાઈ મેર તથા જયદીપ ડાયાભાઈ ચૌહાણ
બંને અર્ટીકા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નિંગાળા ગામ તરફથી ગઢડા તરફ આવતા હોવાની
બાતમીના આધારે ગઢડા-નિંગાળા રોડ ઉપર કેરી નદીના પુલ પાસે કારને અટકાવી તપાસ કરતા તેમાંથી
ભારતીય બનાવટના વિદેશી દારૂની 1632 મળી આવી હતી. આ કેસમાં પોલીસે બંને શખસને ઝડપી આગળની
કાર્યવાહી હાથ ધરી છે.