• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

અટકી ગઈ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ !

હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો પ્રબળ સંકેત : કોઈ પક્ષ હવે અધિક જતું કરી શકવાની સ્થિતિમાં નથી

નવી દિલ્હી, તા.પ: ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલતી બહુપ્રતીક્ષિત વેપાર સમજૂતીની વાટાઘાટો અટકી ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે, બન્ને પક્ષ એક સ્તરે પહોંચી ગયા અને પછી આગળ કોઈપણ પક્ષ અતિરિક્ત રાહત આપવા કે મેળવવાનું કઠિન માની રહ્યા છે.

નાણામંત્રી સીતારમણે પહેલીવાર જાહેરમાં ટ્રેડ ડીલ અટક્યાનો સંકેત આપતા કહ્યું છે કે, બન્ને પક્ષનાં અધિકારીઓ એક તબક્કે પહોંચીને અચકાઈ રહ્યાં હતાં. આ સમજૂતી ખુબ જ કઠિન અને જોરદાર મોલભાવ કર્યા બાદ અહીં સુધી આવી છે. આ પ્લેટોથી આગળ બન્ને દેશ માટે કંઈપણ મેળવવું કે આપવું હવે બહુ મુશ્કેલ બનશે. જો હવે કોઈ સંચાલનની ગુંજાશ બચી હોય તો બન્ને દેશ પ્રયત્ન કરી શકે છે. જો કે વાટાઘાટો તો હજી પણ ચાલી રહી છે. નાણામંત્રીએ આગળ એવું પણ ઉમેર્યુ હતું કે, બન્ને દેશો વચ્ચે વેપાર સંતુલન ભારતનાં પક્ષમાં છે અને ઘાટો અમેરિકાનો છે. અમેરિકા આ અસંતુલનને ઘટાડવા માગે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાનાં વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીયરે પણ વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સાથે મુલાકાત બાદ ગત સપ્તાહે જ સંકેત આપેલો કે હાલનાં તબક્કે તો આ સમજૂતી થઈ રહી હોય તેવું દેખાતું નથી. બન્ને વચ્ચે વ્યાપક ચર્ચા થઈ હતી પણ કોઈ નક્કર પ્રગતિ સાધી શકાઈ નહોતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક