• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

ફોર્મ-6 અંગે સુપ્રીમની ટિપ્પણીથી હોબાળો

કોંગ્રેસ-સીજેપીના પ્રહારો ઃ સીઈસી જૂઠું બોલ્યાનો આક્ષેપ

નવી દિલ્હી, તા. 5 ઃ મુખ્ય ચૂંટણી કમિશ્નર (સીઈસી) જ્ઞાનેશકુમાર સામેની અરજી પર સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સુર્યકાંતની એક ટિપ્પણી પર રાજકીય વિવાદ સર્જાયો છે. સીજેઆઈએ જણાવ્યું કે, ફોર્મ-6માં કોઈ પણ ફેરફારને અમે મંજૂરી આપી નથી. કોંગ્રેસથી લઈને કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ આકરી પ્રતિક્રિયા આપીને સીઈસી પર

જૂઠું બોલવાનો આરોપ લગાવ્યો હતો.

કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે, સ્પષ્ટ છે કે, સીઈસી જૂઠું બોલ્યા છે. સીઈસીએ પોતે જ જાણીજોઈને ફોર્મ-6માં ફેરફાર કર્યા જેથી વડાપ્રધાન જેમનાથી ડર્યા છે તે જેન-ઝી મતદારોના નામ હટાવી શકાય.

સીજેપીના સંયોજક અભિજિત દીપકેએ સીજેઆઈના નિવેદનને ટાંક્યું હતું કે, જે પણ વસ્તુ કાયદા મુજબની ન હોય તેને ગેરકાયદેસરની ગણાય અને તે માટે જવાબદાર વ્યક્તિ પર તે મુજબ જ આરોપ લગાવવા જોઈએ. તેમણે સવાલ કર્યો હતો કે, જ્ઞાનુ, આવું શા માટે કર્યું ?

સીજેપીના સંસ્થાપક સભ્ય સૌરવ દાસે જણાવ્યું હતું કે, દેશની સુપ્રીમ કોર્ટે જ્ઞાનેશકુમારને જુઠા કહીને તેમને ફસાવી દીધા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક