હમાસનાં નિ:શત્રીકરણ પછી ગાઝામાંથી ઈઝરાયલની સેના પણ હટી જશે
વોશિંગ્ટન,
તા.31: ગાઝામાં હમાસ અને સશત્ર સમૂહો સાથે હથિયાર છોડવાની ઐતિહાસિક સમજૂતી થઈ હોવાનો
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે. સોશિયલ મીડિયામાં ટ્રમ્પે કરેલી
પોસ્ટમાં કહ્યું હતું કે, આ સમજૂતી ગાઝામાં એક નવી પેલેસ્ટાઈની સરકારનાં શાસનની દિશામાં
મોટું પગલું છે.
ટ્રમ્પે
કહ્યું હતું કે, આ ઐતિહાસિક સમજૂતી તેમનાં 20 સૂત્રી પ્લાનમાં મહત્વનો તબક્કો છે. આ
પ્લાનનો હેતુ ગાઝામાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાનો છે.
ટ્રમ્પે
કહ્યું હતું કે, ગાઝાનું પ્રશાસન એક નવી પેલેસ્ટાઈની સરકાર સંભાળશે અને તે બોર્ડ ઓફ
પીસ સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે, બોર્ડ ઓફ પીસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની
ગાઝા યુદ્ધવિરામ યોજનાનો જ એક હિસ્સો છે.
ટ્રમ્પે
કહ્યું હતું કે, ગાઝામાં હમાસનું નિ:શત્રીકરણ પૂરું થવા સાથે જ ઈઝરાયલી સેના ત્યાંથી
હટી જશે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્થિરતા દળ એક નવી પેલેસ્ટાઈની પોલીસ સાથે મળીને ગાઝાને
સુરક્ષિત રાખવાની જવાબદારી સંભાળશે.