• શુક્રવાર, 31 જુલાઈ, 2026

સ્ટીફન ફ્લેમિંગ ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો કોચ બન્યો રૂટ ફરી નિયમિત કપ્તાન નિયુક્ત

લંડન તા.30 આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર ન્યૂઝીલેન્ડનો પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ હવે ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો હેડ કોચ નિયુકત થયો છે. જયારે સ્ટાર બેટર જો રૂટ ફરી એકવાર ઇંગ્લેન્ડ ટેસ્ટ ટીમનો નિયમિત કપ્તાન બન્યો છે. રૂટે વર્ષ 2022માં જવાબદારી છોડી હતી, પણ હવે તે ફરી ફરજ બજાવશે.

મહિનાની શરૂઆતમાં સીએસકે ફ્રેંચાઇઝીથી અલગ થનાર સ્ટીફન ફલેમિંગે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે ટેસ્ટ ટીમના કોચ તરીકે ચાર વર્ષનો કરાર કર્યોં છે. તેનો કાર્યકાળ સપ્ટેમ્બર-2030 સુધી રહેશે. ફલેમિંગ હવે હમવતન ખેલાડી બ્રેંડન મેક્કયૂલમની જગ્યા લેશે. તેને તાજેતરમાં ઈંગ્લેન્ડ ટીમના કોચપદેથી દૂર કરવામાં આવ્યો છે. સ્ટીફન ફલેમિંગ પાકિસ્તાન સામેની આગામી 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ ટીમ સાથે રહેશે નહીં શ્રેણીમાં માર્કસ ટ્રેસ્કોથિક ઇનચાર્જ કોચની જવાબદારી સંભાળશે.

બીજી તરફ બેન સ્ટોકસની નિવૃત્તિ બાદ ઇસીબીએ ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે ફરી અનુભવી બેટધર જો રૂટ પર પસંદગી ઉતારી છે. તેણે પહેલા 2017થી 2022 દરમિયાન 64 ટેસ્ટમાં ઈંગ્લેન્ડની કપ્તાની સંભાળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક