• શુક્રવાર, 31 જુલાઈ, 2026

કોંગોમાં ઈબોલાનો આતંક ઃ 24 કલાકમાં 50 લોકોનાં મોત

એક કરોડ લોકો પર ખાદ્યનું સંકટ

નવી દિલ્હી, તા. 30 કોંગોમાં ઇબોલા વાયરસનો પ્રકોપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. કોંગોમાં રોગચાળો બચાવ કામગીરી કરતાં પણ વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે. યુએનના વરિષ્ઠ ઇબોલા સંયોજક જ્યુલિયન હાર્નીસ અને વિશ્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિયામક કાર્લ સ્કાઉએ કોંગોના ઇતુરી પ્રાંતની રાજધાની બુનિયાથી એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રાફિંગ દરમિયાન ગંભીર પરિસ્થિતિ અંગે વૈશ્વિક સમુદાયનું ધ્યાન દોર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બુનિયા હાલમાં ઇબોલા પ્રકોપનું મુખ્ય કેન્દ્ર બનેલું છે. અધિકારીઓએ આપેલા આંકડા મુજબ કોંગોમાં માત્ર 24 કલાકમાં ઇબોલાનાં કારણે 50 લોકોનાં મોત થયાં છે. અહીં દર 20 દિવસે કેસની સંખ્યા બમણી થઈ રહી છે.   ડબલ્યુએફપીના નિયામક કાર્લ સ્કાઉના જણાવ્યા અનુસાર, કોંગોમાં અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો ઇબોલા સંકટ છે. ભૂતકાળની સરખામણી કરતાં તેમણે જણાવ્યું કે, પશ્ચિમ આફ્રિકામાં જ્યારે 1000 લોકોનાં મોત માટે આઠ મહિનાનો સમય લાગ્યો હતો, તેની સામે કોંગોમાં છેલ્લા માત્ર બે મહિનામાં 1000 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક