• શુક્રવાર, 31 જુલાઈ, 2026

ભારત આવી શકે છે ઝિનપિંગ : મોદીની પુતિન સાથે પણ થશે મુલાકાત

સપ્ટેમ્બરમાં બ્રિક્સ સંમેલન : તારિક રહમાનને પણ સંમેલનમાં સામેલ થવા આમંત્રણ

 

નવી દિલ્હી, તા. 30 : ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન થવાનું છે. સૂત્રો અનુસાર 12-13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં આયોજિત થનારાં સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભાગ લઈ શકે છે. આ સંમેલન દરમિયાન પીએમ મોદી પુતિન, ઝિનપિંગ વગેરે સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરી શકે છે. આ સંમેલન મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આયોજિત થવા જઈ રહ્યું છે.

જો ચીની રાષ્ટ્રપતિ ઝિનપિંગ બ્રિક્સમાં સામેલ થશે તો ઓક્ટોબર 2019 બાદ આ પહેલી ભારત યાત્રા બનશે. ઓક્ટોબર 2019મા ઝિનપિંગ તમિલનાડુના મલ્લાપુરમમાં પીએમ  મોદી સાથે બીજા અનૌપચારિક શિખર સંમેલન માટે આવ્યા હતા. જેના છ મહિના બાદ એલએસીએ ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ થયું હતું અને સ્થિતિ બગડી હતી. જો કે 2024માં રશિયાના કજાનમાં મળેલી બેઠકમાં એલએસીએ સૈન્ય ગતિરોધ ખતમ કરવા સહમતિ બની હતી અને બાદમાં પીએમ મોદી અને ઝિનપિંગ વચ્ચે બેઠક થઈ હતી.

સૂત્રો અનુસાર યુએઈને છોડીને સમૂહના અન્ય સભ્ય દેશોએ સત્તાવાર દસ્તાવેજોમાં પેલેસ્ટાઈન મુદ્દો અને બે રાષ્ટ્ર સમાધાનના

 સંદર્ભને નજરઅંદાજ કરવાનો વિરોધ કર્યો છે. બીજી તરફ ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશકિયાનની ભાગીદારીથી ઈરાનને પીએમ મોદી સાથે પશ્ચિમ એશિયા સંકટ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવાની તક મળશે. આ ઉપરાંત વિશેષ આમંત્રિત દેશ તરીકે બંગલાદેશ છે. તારિક રહમાને બિમ્સટેકના વર્તમાન અધ્યક્ષ દેશના પ્રમુખ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક