રાજ્યસભામાં શાબ્દિક યુદ્ધ બાદ વિરોધ પક્ષના સભા ત્યાગ વચ્ચે પરીક્ષા સુધાર વિધેયક બહાલ
નવી
દિલ્હી, તા. 30 : પથ્થરમારો, પેલેટ ગન, દેશભરમાં આક્રોશ, અનશન, આંદોલન, સંસદમાં ભારે
ધમાલ વચ્ચે આખરે લોકસભા બાદ રાજ્યસભામાં પણ ગુરુવારે પેપર લીકના અપરાધને રોકતો સંશોધન
ખરડો પસાર થઈ ગયો હતો. જો કે, કેન્દ્ર સરકાર વતી જવાબ આપવા કેન્દ્રીયમંત્રી જિતેન્દ્રસિંહ
ઊભા થયા કે તરત વિપક્ષના સભ્યો વોકઆઉટ કરી ગયા હતા. સંસદના બન્ને ગૃહમાં બહાલી બાદ
આખરે પરીક્ષા સુધારાલક્ષી પેપર લીક સુધારા વિધેયક કાયદો બનવાનો માર્ગ ખૂલી ગયો છે.
ચોમાસું
સત્રમાં લાંબી ચર્ચાના અંતે લોકસભામાં પણ પેપર લીક સુધારા વિધેયક પસાર થઈ ગયું છે.
જો
કે, વિધેયક ધ્વનિમતથી પસાર થવા પહેલાં ગૃહમાં ખરડા પર ચર્ચા દરમ્યાન સત્તારૂઢ પક્ષ
અને વિપક્ષી છાવણી વચ્ચે ગુરુવારે ભીષણ શબ્દયુદ્ધ જામ્યું હતું. લગભગ સાત કલાકની ભારે ઉગ્ર ચર્ચાના અંતે કેબિનેટ
અને રાજ્યસભા બાદ પેપર લીક સુધારા ખરડાને લોકસભાની પણ લીલીઝંડી મળી ગઈ છે. હવે રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મુની મંજૂરી મળતાંની સાથે આ ખરડો વિધિવત કાયદાનું રૂપ ધારણ કરી લેશે.
રાષ્ટ્રપતિની
મંજૂરી મળતાં જ વિધેયક જાહેર પરીક્ષા (અયોગ્ય સાધનોનું નિયમન) સુધારા કાયદો-2026 બની
જશે.
અધિનિયમને
ભારતનાં રાજપત્રમાં પ્રકાશિત કરાશે, જેમાં એ પણ સ્પષ્ટ કરાશે કે, કાયદો તરત લાગુ થશે
કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું જારી કરીને લાગુ કરાશે.
સભાપતિએ
જિતેન્દ્રસિંહને સરકારનો પક્ષ રાખવા બોલાવ્યા તો વિપક્ષના સાંસદો વોકઆઉટ કરી ગયા હતા.
તમામ
વિપક્ષી સાંસદોએ ‘ગૃહમંત્રી ગૃહમાં આવો’ના નારા લગાવતાં વોકઆઉટ કર્યું હતુ.
ગૃહના
નેતા જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, વિપક્ષ મુદ્દાવિહીન થઈ ગયો છે. આજે પોતાના કરતૂતોથી
તેમણે
એ સાબિત કરી આપ્યું છે કે, તેમની પાસે કોઈ મુદ્દો જ રહ્યો નથી. વિપક્ષે વોકઆઉટ કરીને
બળથી કીધું કે, તેમનો લોકતંત્રમાં કોઈ ભરોસો નથી.
વંદે
માતરમ બિલ બુધવારે રાજ્યસભામાં ધ્વનિમતથી પસાર થયું હતું જ્યારે 30મી જુલાઈના રોજ ગુરુવારે
લોકસભામાં ખરડાને પસાર કરાવવામાં આવ્યો હતો. વંદે મારતમ કાયદો બન્યા બાદ હવે રાષ્ટ્રીય
ગીતને પણ રાષ્ટ્રગાન જન-ગણ-મન જેવી જ કાનૂની સુરક્ષા મળશે. નવો કાયદો લાગુ થતા વંદે
માતરમ્નું અપમાન અપરાધ ગણવામાં આવશે. જેના માટે ત્રણ વર્ષ સુધી જેલ અથવા દંડ થઈ શકે
છે. આવી જ સજા રાષ્ટ્રગાનના અપમાન બદલ કરવામાં આવે છે.
ગૃહ
રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું હતું. સરકાર અનુસાર રાષ્ટ્રીય
ગીતની ગરીમાની રક્ષા માટે કાયદાની જરૂરિયાત છે. આ ગીતે ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં
મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
પેપર
માફિયાને છોડાશે નહીં : ઈન્સ્ટાગ્રામ ઉપર મોદીનો નવો વીડિયો
નવી
દિલ્હી, તા. 30 : સંસદના બન્ને સદનમાં એન્ટી પેપર લીક બિલ પસાર થયા બાદ વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઉપર એક નવો વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. પીએમ મોદીએ
સંદેશમાં કહ્યું હતું કે, સંસદે એક એવું બિલ પાસ કર્યું છે જે દેશની પરીક્ષા પ્રણાલીને
વધારે મજબૂત બનાવે છે. પીએમ મોદીએ વીડિયોમાં કહ્યું હતું કે, વિશ્વસનીય પરીક્ષા પદ્ધતિ
માટે એક પછી એક પગલા ભરવામાં આવી રહ્યા છે. ટાસ્ક ફોર્સ હોય, ફાસ્ટટ્રેક કોર્ટની રચના
હોય કે રાજ્યોના સૂચનો ધ્યાને લેવાના હોય. છેલ્લા ઘણા દશકોથી દરેક રાજ્ય અને કેન્દ્ર
સરકાર પેપર લીકની પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બાળકોના ભવિષ્યને પણ આ કારણે સંકટ
પેદા થઈ રહ્યું છે. જેને ધ્યાને રાખીને દેશવ્યાપી તમામ રાજ્યોમાં શિક્ષા પદ્ધતિમાં
સુધારો અનિવાર્ય બન્યો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે પેપર માફિયા કે પેપર લીક કરનારી
ગેંગ કે દેશના બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારી ગેંગને છોડવામાં આવશે નહી.
ખડગેના
મનુસ્મૃતિ પર નિવેદનથી સંસદમાં હોબાળો
ગૃહના
નેતા નડ્ડાએ કર્યા પલટવાર : કોંગ્રેસ પ્રમુખનું નિવેદન તથ્ય વિહોણું
નવી
દિલ્હી, તા. 30 : રાજ્યસભામાં ગુરુવારે પેપરલીક રોકતા ખરડા પર ચર્ચા દરમ્યાન કોંગ્રેસ
અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મનુસ્મૃતિનો ઉલ્લેખ કરતાં ગૃહમાં હોબાળો મચી ગયો હતો. ખડગેએ
સરકાર યુવાનોની આકાંક્ષા પુરી કરવામાં નિષ્ફળ રહી છે, તેવો આરોપ મૂક્યો છે.કેન્દ્રીય
મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું, ‘આ મુદ્દો દેશના દરેક પરિવારને સ્પર્શે છે. જ્યારે
પીએમ મોદી 2047 સુધીમાં વિકસિત ભારતની વાત કરે છે, ત્યારે આપણા બાળકો તેમાં એક મોટું
રોકાણ છે. આપણા વિપક્ષી નેતાએ ફરીથી 152 પેપર લીક થવાની વાત કરી, પરંતુ તેને પ્રમાણિત
કરી શક્યા નહીં.’ જિતેન્દ્ર સિંહે કહ્યું કે મેનેજમેન્ટ ક્વોટા નાબૂદ કરીને, પ્રધાનમંત્રીએ
તબીબી શિક્ષણ બધા માટે સુલભ બનાવ્યું.
રાજ્યસભામાં
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મનુસ્મૃતિ અંગે ગૃહમાં નિવેદન આપ્યું, જેના કારણે
હોબાળો મચી ગયો. અધ્યક્ષે ખડગેને અટકાવ્યા અને પૂછ્યું કે મનુસ્મૃતિનો પેપર લીક બિલ
સાથે શું સંબંધ છે. ભાજપે ખડગેની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો.
ગૃહના
નેતા જેપી નડ્ડાએ કહ્યું કે ખડગેના નિવેદનથી અશાંતિ થશે અને ખડગેની ટિપ્પણી તથ્યોથી
મુક્ત છે. ખડગેએ કહ્યું હતું કે મનુસ્મૃતિના તત્વોને નવા અભ્યાસક્રમમાં સામેલ કરવામાં
આવી રહ્યા છે. મનુસ્મૃતિનો ઉલ્લેખ કરતા ખડગેએ કહ્યું કે વેદના પાઠ કરવા બદલ જીભ કાપવાની
અને વૈદિક મંત્રોચ્ચાર કરવા બદલ શરીર કાપી નાખવાની વાત પણ થઈ રહી છે. આ બધું મનુસ્મૃતિમાં
લખાયેલું છે. ખડગેએ આ વાત કહેતાની સાથે જ ગૃહમાં હોબાળો મચી ગયો.