• શુક્રવાર, 31 જુલાઈ, 2026

આયોગ સલાહ આપે, આદેશ નહીઃ સુપ્રીમ

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કરી આયોગની શક્તિઓઃ સુનાવણી કરતાં કહ્યું, ભલામણ અને સલાહ મુખ્ય કામ

નવી દિલ્હી, તા. 30 સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (એનસીએસસી)ની શક્તિઓને સ્પષ્ટ કરતા મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. શીર્ષ અદાલતે કહ્યું હતું કે, આયોગ માત્ર ભલામણ કરવા અને સલાહ આપવા માટેનું એકમ છે. તેની પાસે અદાલતની જેમ ન્યાયિક આદેશ પસાર કરવાનો કોઈ અધિકાર નથી.

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઓગસ્ટીન જોર્જ મસીહની બેંચે એક કેસની સુનાવણીમાં સાફ કહ્યું હતું કે આયોગ પોતાના કામકાજ દરમિયાન રાજ્યો અથવા કેન્દ્ર સરકારને ભલામણો મોકલી શકે છે. જો કે નોકરી સંબંધિત મામલામાં આયોગ તરફથી આપવામાં આવેલો કોઈપણ આદેશ બાધ્યકારી નથી. બેંચ અનુસાર એનસીએસસીને આપવામાં આવેલી શક્તિઓ સીમિત છે. અનુચ્છેદ 338 અને 338બી હેઠળ આવા અન્ય આયોગ સામાજિક ભલાઈના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યા છે. વિધાયીકાએ આયોગની ભૂમિકા સલાહ અને ભલામણ આપવાની નક્કી કરી છે, ચુકાદો સંભળાવવાની નહીં. આવા આયોગ અદાલતી કામકાજ પોતાના હાથમાં લેવા માટે બનાવવામાં આવ્યા નથી.

સુપ્રીમ કોર્ટના આદેશની અસર સમાજના વિભિન્ન વર્ગ માટે બનાવવામાં આવેલાં અન્ય એકમો ઉપર પણ પડી શકે છે. એટલે કે મહિલાઓ, અલ્પસંખ્યકો અને પછાત વર્ગ માટે બનાવવામાં આવેલા આયોગના આદેશો અને શક્તિઓ ઉપર પણ અદાલતી ચુકાદો લાગુ થશેસુનાવણી દરમિયાન એનસીએસસી તરફથી દલીલ કરવામાં આવી હતી કે નિયમોમાં સુરક્ષા શબ્દનો ઉપયોગ થયો છે. એટલે કે તેનો અર્થ કાયદો લાગુ કરાવવાનો પણ છે. જો કે સુપ્રીમે દલીલને ફગાવી દીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક