રોકડની ખેંચથી લથડતી એટીએમ સેવા : અર્થતંત્રમાં વિક્રમી રોકડ ફરતી હોવા છતાં એટીએમ માટે પૂરતી રોકડ મળતી નથી
નવી
દિલ્હી, તા.પ: દેશનાં અર્થતંત્રમાં અત્યારે વિક્રમી રોકડ ઉપલબ્ધ હોવાનું રિઝર્વ બેન્કનાં
આંકડાઓમાં જાણવા મળે છે પણ આનાંથી વિપરિત દેશમાં હજારો એટીએમ રોકડની અછતથી ખાલી થવા
લાગ્યા છે. એટીએમ ઉદ્યોગના સંગઠને ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશન (આઈબીએ)ને જણાવ્યું છે
કે એટીએમમાં ભરવા માટે પૂરતી રોકડ મળી રહી નથી, જેના કારણે હજારો એટીએમમાંથી લોકો પૈસા
ઉપાડી શકતા નથી. આઈબીએને લખેલા પત્રમાં એટીએમ ઉદ્યોગે જણાવ્યું છે કે અનેક રાજ્યોમાં
કરન્સી ચેસ્ટ અને બેન્ક શાખાઓમાંથી પૂરતી માત્રામાં રોકડ મળતી નથી, જેના કારણે એટીએમમાં
પણ નાણાં ભરવામાં મુશ્કેલી પડી રહી છે.
એટીએમ
ઉદ્યોગે પોતાના પત્રમાં જણાવ્યું છે કે રોકડની અછતને કારણે લોકોને પૈસા મળવામાં મુશ્કેલી
પડી રહી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો અને નાના શહેરોમાં આ સમસ્યા વધુ ગંભીર છે.
આરબીઆઈના કરન્સી મેનેજમેન્ટ વિભાગને પણ આ અંગે જાણ કરી છે. તેમનું કહેવું છે કે ચલણમાં
રોકડ હોવા છતાં એટીએમ સુધી રોકડ પહોંચતી નથી. પૂરતી રોકડના અભાવે નાના શહેરો અને ગામડાઓમાં
લોકોને રોકડની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.