ક્ષ મુખ્ય 166 તળાવમાં
24.75 ટકા પાણી બચ્યું છે: કેન્દ્રીય જળપંચનું
તારણ
નવી
દિલ્હી, તા. 31 : આખો દેશ ઉકળાટથી અકળાઇ રહ્યો છે, ત્યારે દેશનાં તળાવોનાં તળિયાં દેખાવા
માંડ્યા હોવાનું ચિંતાજનક તારણ ખુદ કેન્દ્રીય જળપંચના તાજા આંકડા આપે છે.
મે
મહિનાના અંતિમ અઠવાડિયાં સુધીમાં દેશના 166 પ્રમુખ તળાવોમાં પાણીનું કુલ્લ સ્તર ઘટીને
45,419 અબજ ક્યુબિક મીટર રહી ગયું છે, જે તળાવોની કુલ્લ ક્ષમતાના માત્ર 24.75 ટકા છે.
મે
મહિનાની શરૂઆતમાં આ તળાવોમાં કુલ્લ 66,830
અબજ ક્યુબિક મીટર એટલે કે, કુલ્લ ક્ષમતાના 36.41 ટકા પાણી હતું.
સીધો
મતલબ એ થયો કે, એક મહિનામાં જ ગરમી અને ભારે માંગનાં કારણે દેશના મુખ્ય જળસ્રોતોમાંથી
લગભગ 21,411 અબજ ક્યુબિક મીટર પાણી ઓછું થઇ ચૂક્યું છે. મોસમ વિજ્ઞાન વિભાગે અલનીનોની
અસરથી દુકાળ પડવાની ભીતિ વ્યક્ત કરી હતી, તેવામાં આ એક નવી ચિંતા છે. 15 મોટા ડેમોમાં
પાણીનો સંગ્રહ સામાન્યથી અડધો રહી ગયો છે.
(જુઓ પાનું 10)
દેશના
કેટલાક ભાગોમાં હાલત એ હદે ખરાબ થઇ ચૂકી છે કે, ત્યાંના મોટા ડેમ સાવ તળિયાઝાટક થઇ
મેદાનમાં ફેરવાઇ ગયા છે.
પાણીની
આ અછતની સીધી અસર દેશના વીજળી ઉત્પાદન પર પણ થઇ શકે છે. દેશની 20 જળવિદ્યુત યોજના સાથે
જોડાયેલાં તળાવોની સ્થિતિ ખરાબ