• સોમવાર, 01 જૂન, 2026

હવે બંગાળમાં કલ્યાણ બેનરજી ઉપર હુમલો

ક્ષ          હુગલી જિલ્લામાં ઝખઈ નેતાઓને મુક્ત કરવાના પ્રદર્શન દરમિયાન ઉગ્ર બન્યો માહોલ

ક્ષ          લોકોએ કલ્યાણ બેનરજી સામે લગાડયા ચોર-ચોરના નારા

કોલકાતા, તા. 31 : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી સતત રાજકીય હિંસા ચાલી રહી છે.  શનિવારે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી ઉપર થયેલા હુમલાના એક દિવસ બાદ લોકસભામાં ટીએમસીના મુખ્ય સચેતક કલ્યાણ બેનરજી ઉપર હુમલો થયો હતો. હુગલી જિલ્લાના ચંડીતાલા વિસ્તાર બહાર થયેલા હિંસક ઘર્ષણમાં કલ્યાણ બેનરજીના માથામાં ઈજા પહોંચી હતી. ઘટના સમયે ટીએમસી સમર્થક ધરપકડ કરાયેલા કાર્યકરો  (જુઓ પાનું 10)

અને નેતાઓને છોડાવવા આવેદન સોંપવા પહોંચ્યા હતા. જયાં ભાજપ કાર્યકરો સાથે આમનોસામનો થયો હતો.

મળતી માહિતી અનુસાર જ્યારે ટીએમસી સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ત્યાં  રહેલા ભાજપ કાર્યકરોએ ઉગ્ર નારેબાજી શરૂ કરી હતી અને પ્રદર્શનકારીઓને ચોર કહ્યા હતા. જોતજોતામાં બન્ને પક્ષ વચ્ચે વિવાદ વકર્યો હતો અને સ્થિતિ નિયંત્રણની બહાર ગઈ હતી. કલ્યાણ બેનરજીએ કહ્યું હતું કે પોતે વિસ્તારમાં એકલા સફર કરી રહ્યા હતા. આ દરમિયાન ભાજપના લોકોએ તેમના ઉપર ક્રિકેટનો બોલ ફેંક્યો હતો. કલ્યાણ બેનરજીએ કહ્યું હતું કે, લોકોમાં કોઈ ગુસ્સો નથી, ભાજપ દ્વારા હુમલા કરાવવામાં આવે છે.

આ બનાવ અંગે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કલ્યાણ બેનરજી નાટક કરી રહ્યા હતા. ઘટના બાદ કલ્યાણ બેનરજી સ્થળ ઉપર ધરણા કરી રહ્યા હતા અને પ્રશાસન વિરૂદ્ધ નારેબાજી કરી રહ્યા હતા. કલ્યાણ બેનરજી શનિવારે મમતાના ભત્રીજા અભિષેક ઉપર થયેલા હુમલામાં પકડાયેલા ટીએમસી નેતા, કાર્યકરોની મુક્તિની માગ કરવા પહોંચ્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક