• સોમવાર, 01 જૂન, 2026

RCB ધૂરંધર-2: ફરી IPL કિંગ

ચેઝ માસ્ટર વિરાટ કોહલી મેચ વિનિંગ 75* રનથી ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ વિરૂધ્ધ 5 વિકેટે વિરાટ વિજય : 156 રનનો વિજય લક્ષ્યાંક 18 ઓવરમાં હાંસલ કર્યો

અમદાવાદ તા.31: આઇપીએલ-2026 સીઝનમાં આરસીબી ફરી ચેમ્પિયન બન્યું છે. સતત બીજીવાર આઇપીએલ ખિતાબ જીતનારી આરસીબી આઇપીએલ ઈતિહાસની સીએસકે અને એમઆઇ પછીની બીજી ટીમ બની છે. ગુજરાત ટાઈટન્સ વિરૂધ્ધ ફાઇનલ મુકાબલામાં બોલર્સના સંગીન દેખાવ પછી ચેઝ માસ્ટર વિરાટ કોહલીની 7પ રનની અણનમ મેચ વિનિંગ ઈનિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી)નો પ વિકેટે સંપૂર્ણ વર્ચસ્વ સાથે શાનદાર વિજય થયો હતો. 1પ6 રનનો સામાન્ય વિજય લક્ષ્યાંક આરસીબીએ 18 ઓવરમાં પ વિકેટે હાંસલ કરી લીધો હતો. કિંગ કોહલીએ વિનિંગ સિકસ ફટકારી હતી. ગુજરાત ટાઈટન્સનું 2022 પછી ફરી આઇપીએલ ખિતાબ જીતવાનું સપનું રોળાયું હતું.

202પ સીઝનમાં પંજાબ કિંગ્સ સામે ફાઇનલમાં જીત નોંધવનાર આરસીબી 2026 ફાઇનલમાં ટાઈટન્સને તેના હોમ ગ્રાઉન્ડ પર હાર આપી સતત બીજીવાર આઇપીએલ ટ્રોફી સાથે 20 કરોડનું ઇનામ જીતી લીધું હતું. વિરાટ કોહલીએ તેની આઇપીએલ ઇતિહાસની સૌથી ઝડપી અર્ધસદી 2પ દડામાં પૂરી કરી હતી. તે 42 દડામાં 9 ચોક્કા-3 છક્કાથી 7પ રને નોટઆઉટ રહ્યો   હતો. તેના અને વૈંકટેશ અય્યર (32) વચ્ચે પહેલી વિકેટમાં ફકત 27 દડામાં 62 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જો કે પડીક્કલ 1, કપ્તાન પાટીદાર 1પ અને કુણાલ 1 સસ્તામાં આઉટ થયા હતા. ડેવિડે 24 અને જિતેશે અણનમ 11 રન કરી કોહલીના સાથમાં આરસીબીને જીત અપાવી હતી. ટાઈટન્સ તરફથી રાશિદ ખાને 2, સિરાજ, રબાડા અને અરશદે 1-1 વિકેટ લીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક