પશ્ચિમ બંગાળ, તા.ર3ઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના પ્રખ્યાત સોલ્ટ લેક સ્ટેડિયમની બહાર એક અત્યંત મોટું અને ચોંકાવનારુ એક્શન લેવામાં આવ્યું છે. અહીં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા સ્વહસ્તે ડિઝાઈન કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ફૂટબોલની મૂર્તિ (સ્કલ્પચર) ને શનિવારે સવારે સંપૂર્ણપણે તોડી પાડીને હટાવી દેવામાં આવી છે. આ કલાકૃતિ વર્ષ 2017માં સ્ટેડિયમના મુખ્ય ગેટ પાસે સ્થાપિત કરવામાં આવી હતી અને તે લાંબા સમયથી ભારે વિવાદમાં હતી. શનિવારે સવારે આ મૂર્તિ હટાવ્યા બાદ રાજ્યના રાજકારણમાં ચર્ચા ખૂબ ગરમાઈ ગઈ છે.