કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલી જાણકારી : 49નાં મૃત્યુ, છ લાપતા
નવીદિલ્હી,તા.24:
યુક્રેન સામે યુદ્ધ દરમિયાન 217 ભારતીય રશિયાની સેનામાં સામેલ થયા હતાં અને તેમાંથી
49 લોકોનાં મૃત્યુ થયા હોવાનું કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું. કેન્દ્ર
સરકારે કહ્યું છે કે, ભારત સરકાર દ્વારા રશિયા ફેડરેશન સાથે કરવામાં આવેલા સતત રાજદ્વારી
સહયોગને અનુરૂપ 139 ભારતીય નાગરિકોને પહેલાથી જ આવા સૈન્ય કરારમાંથી મુક્ત કરી દેવામાં
આવ્યા છે.
સુપ્રીમ
કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવેલા સ્થિતિ રિપોર્ટમાં કહેવામાં આવ્યું
છે કે, યુક્રેનમાં લડાઈમાં 49 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હોવાની જાણકારી છે. આ સીવાય
રશિયાએ છ ભારતીય નાગરિક લાપતા હોવાની પુષ્ટિ પણ કરેલી છે. જ્યારે 23 લોકોની સ્થિતિ
વિશે કોઈ ચોક્કસ જાણકારી ઉપલબ્ધ નથી. તેનાં માટે મોસ્કોમાં ભારતીય દૂતાવાસ રશિયાનાં
અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.
સુપ્રીમ
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં 26 ભારતીય નાગરિકોને પરત લાવવા માટે કાર્યવાહી
કરવાનાં નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં આ સ્થિતિ અહેવાલ સુપ્રીમ
કોર્ટને સુપરત કરવામાં આવ્યો હતો.