• ગુરુવાર, 14 મે, 2026

10 શહેરનું તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું

આજે કચ્છ અને સુરેન્દ્રનગરમાં હીટવેવ :  44.1 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર

બોટાદ, રાજકોટ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા સહિત અનેક જિલ્લામાં યલો એલર્ટ

રાજકોટ, અમદાવાદ, તા. 13: ગુજરાતમાં આગઝરતી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે હજી પણ આગામી બે દિવસ હીટવેવની આગાહી કરી છે. આજે રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 44.1 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું.

અમદાવાદમાં છેલ્લા બે ત્રણ દિવસથી અગનગોળા વરસી રહ્યા છે. લોકોને દિવસની સાથે સાથે રાત્રે પણ ગરમીથી રાહત નથી મળી રહી. આજે રાજ્યમાં સૌથી વધુ 44.1 ડિગ્રી તાપમાન અમદાવાદનું રહ્યું. અમદાવાદ સિવાય અન્ય 9 શહેરોનું તાપમાન પણ 42 ડિગ્રીને પાર પહોંચી જતા લોકોઅકળાયા હતા.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર હજુ એક દિવસ એટલે કે આવતીકાલે કચ્છ અને સુરેન્દ્રનગરમાં હીટવેવની અને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે તેમાં બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, બોટાદ, રાજકોટ, અમરેલી અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. વધુમાં હવામાન વિભાગે ગરમી અને ચોમાસાને લઈને આગાહી કરી છે. જે અનુસાર આંદામાનમાં 16મે સુધી વહેલું ચોમાસુ બેસી શકે છે. આંદામાન બાદ કેરળ તરફ ચોમાસુ આગળ વધશે. 

ઇ-પેપરના નવા શુલ્ક