અમદાવાદ,
તા.13: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલા આઇપીએલ મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે
સનરાઇઝર્સ હૈદરાબાદનો 82 રને કારમો પરાજય થયો હતો. રન અંતરથી ટાઇટન્સની આ સૌથી મોટી
જીત છે. 169 રનના લક્ષ્યનો પીછો કરતા સનરાઇઝર્સ ટીમ માત્ર 86 રનમાં તંબુ ભેગી થઇ ગઇ
હતી. આ હારથી સનરાઇર્ઝ ટીમ પોઇન્ટ ટેબલ ટોચ પરથી ત્રીજા સ્થાને ફેંકાય ગયું છે. પાછલા
3 મેચમાં આ તેની બીજી હાર છે. આમ છતાં સનરાઇઝર્સ કેપ્ટન પેટ કમિન્સ તેને ચિંતાનું કારણ
(પેનિક બટન) માનતો નથી. તેણે યાદ અપાવી કે અમારી ટીમે પાછલા 8 મેચમાં 6 જીત મેળવી છે.
એક સમયે સતત પાંચ વિજયથી ટોચ પર હતા.
મેચ
પછી કપ્તાન કમિન્સે કહ્યું સીઝનની શરૂઆત સારી રીતે કરવી મહત્ત્વપૂર્ણ હોય છે. આથી અંતિમ
તબકકામાં તેમને કેટલીક હાર છતાં રાહત મળે છે કારણ કે તમારી પાસે વાપસીની તક હોય છે.
અમારી પાસે હજુ ત્રણ મેચ છે એટલે કવોલીફાય કરી લેશું. અમે ફરી જૂની રણનીતિ અમલી બનાવવી
પડશે. આ તકે કમિન્સને ગુજરાતના બોલરોની મુકત કંઠે પ્રશંસા કરી હતી.
પેટ
કમિન્સને 12 લાખનો દંડ
ગુજરાત
ટાઈટન્સ સામેના મેચ દરમિયાન ધીમી ઓવર ગતિ માટે સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સને
12 લાખ રૂપિયાનો દંડ થયો છે. સનરાઇઝર્સના બોલરોએ નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકી
હતી.