મધ્યપૂર્વના તણાવ વચ્ચે રૂપિયામાં વધુ ઘસારો
મુંબઈ,
તા. 12 (પીટીઆઈ) : અમેરિકા અને ઈરાન વચ્ચે નવેસરથી તણાવને કારણે ડોલર સામે રૂપિયો અત્યંત
કંગાળ સ્થિતિમાં પહોંચી ગયો છે. 35 પૈસા ઘટીને 95.63 (કામચલાઉ)ના સર્વકાલીન નીચલા સ્તરે
બંધ થયો.
ફોરેક્સ
ટ્રેડર્સે જણાવ્યું હતું કે, 10 અઠવાડિયા જૂના સંઘર્ષને કારણે વૈશ્વિક પુરવઠો ભીંસમાં
આવી શકે છે તેવી આશંકાથી બજારની ભાવના પ્રબળ રહી છે, ખાસ કરીને અમેરિકી રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સમર્થિત શાંતિ પ્રસ્તાવ પર તેહરાનના તાજેતરના જવાબને નકારી કાઢયા
પછી, બજારમાં નકારાત્મક માહોલ છે.
વધુમાં,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અને ઓછી આયાત અંગેની ટિપ્પણીઓને પણ એક પરિબળ
ગણાવી હતી.
ઇન્ટરબેંક
ફોરેન એક્સચેન્જ પર, રૂપિયો 95.57 ઉપર ખુલ્યો અને અમેરિકન ચલણ સામે 95.74ના ઓલ-ટાઇમ
ઇન્ટ્રાડે નીચા સ્તરે પહોંચી ગયો. સોમવારે, રૂપિયો 79 પૈસા ઘટીને અમેરિકન ડોલર સામે
95.28ના રેકોર્ડ નીચલા સ્તરે બંધ થયો.
------------------
રીટેલ
ફુગાવો વધ્યો : રાંધણગેસે બગાડયું બજેટ
નવીદિલ્હી,
તા.12 : મોંઘવારીનાં મોરચે આમજનતાને વધુ એક હળવો ઝટકો લાગ્યો છે. સરકાર તરફથી જારી
કરવામાં આવેલા નવા આંકડાઓ અનુસાર એપ્રિલ માસમાં રીટેલ મોંઘવારીનો દર મામૂલી વધારા સાથે
3.48 ટકા થઈ ગયો હતો. જે અગાઉના માસમાં 3.4 ટકા હતો. આ વધારા પાછળનું પ્રમુખ કારણ ખાદ્યચીજોની
મોંઘવારી છે. આમાં રાહતની વાત ફક્ત એટલી છે કે, રીટેલ ફુગાવો હજી પણ રિઝર્વ બેન્કના
4 ટકાના લક્ષ્ય કરતા ઓછો છે.
અર્થતંત્રનાં
આ આંકડાઓમાં નજર કરતા ખ્યાલ આવે છે કે, રાંધણગેસનાં કારણે લોકોનું બજેટ બગડયું છે.
ખાદ્યચીજોની મોંઘવારીનો દર માર્ચનાં 3.87 ટકાથી વધીને એપ્રિલમાં 4.20 ટકા ઉપર આવી ગયો
છે. આમાં પણ ગ્રામીણ વિસ્તારોની ખાદ્ય મોંઘવારી શહેરી ક્ષેત્રો કરતાં ઝડપથી વધી છે.
આ ઉપરાંત ટમેટાંની કિંમતમાં વાર્ષિક આધારે 35.28 ટકાનો ભારે ઉછાળો આવ્યો છે. બીજીબાજુ
બટેટા અને ડુંગળીનાં ભાવ ભાવમાં 23.69 અને 17.67 ટકાનાં ઘટાડાની રાહત પણ થઈ છે.