લ કોચ જયવર્ધનેએ સિનિયર્સથી છેડો ફાડવાનો સંકેત આપ્યો
મુંબઈ,
તા.11: આઇપીએલની 19મી સીઝનમાં પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઓફની
બહાર થઇ ચૂકી છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમ 11 મેચમાં ફકત 3 જીતથી પોઇન્ટ ટેબલ પર નવમા સ્થાને
લટકી રહી છે. ટીમના મોટાભાગના અનુભવી સ્ટાર ખેલાડીઓ આઉટ ઓફ ફોર્મ છે. આ ખેલાડીઓ વચ્ચે
અહમની લડાઇ ચાલી રહ્યા અને એમઆઇના ડ્રેસિંગ રૂમમાં બધું ઠીક ન હોવાના રિપોર્ટ સામે
આવી રહ્યા છે.
કપ્તાન
હાર્દિક પંડયાએ ગઇકાલે સોશિયલ મીડિયા ઇંસ્ટાગ્રામ પર અચાનક જ મુંબઈ ઇન્ડિયન્સ ટીમને
અનફોલો કરી દીધી હતી. જો કે થોડીવાર ફરી ફોલો કરી હતી. આ ઉપરાંત કપ્તાન હાર્દિક પંડયાએ
ટીમના બે જૂના સાથીદાર રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને ઇંસ્ટાગ્રામ પર અનફોલો કરી
દીધા છે. આથી એ ફલિત થાય છે કે મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં ખેલાડીઓ વચ્ચે અહમની લડાઇ ચાલી
રહી છે. જેની અસર આઇપીએલની વર્તમાન સીઝનમાં ટીમના દેખાવ પર સ્પષ્ટ જોવા મળી રહી છે.
એવા
પણ રિપોર્ટ સામે આવ્યા છે કે મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેંચાઇઝી હાર્દિક પંડયાથી નારાજ છે
અને તેની પાસેથી કપ્તાની લઇ લેવાના મૂડમાં છે. આરસીબી સામેની હાર પછી ટીમના હેડ કોચ
મહાલે જયવર્ધનેએ કહ્યું છે કે ટીમ માટે સીઝન નિરાશાજનક રહી. અમે ઘણા મોકા ગુમાવ્યા.
સીનીયર ખેલાડીઓની નિષ્ફળતાના સવાલ પર જયવર્ધને કહ્યું આ સવાલ વિચાર માંગી લે છે. અમને
થોડા સમયની જરૂર છે. કોચના આ બયાનથી એવું કહી શકાય કે મુંબઈ ઈન્ડિયન્સ નવી સીઝનમાં
નવા રૂપ-રંગમાં જોવા મળી શકે છે.