• મંગળવાર, 12 મે, 2026

મોરબીના પીપળિયા ચાર રસ્તે થયેલી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો

મોરબી, તા.11: મોરબીના પીપળિયા ચાર રસ્તા નજીક બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જે બનાવમાં 26 વર્ષીય યુવાનને છરીના ઘા ઝીંકી દેતા ઈજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મૃત્યુ થયું થતાં બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

મારામારીના આ બનાવમાં નવી નવલખીના દલ આસિફ ઇલિયાસ (ઉં.વ.26) અને તેની સાથે એક શખસ હતો જ્યારે સામાપક્ષે ન્યુ નવલખીના રહેવાસી ત્રણ ભાઈઓ હસન અબ્દુલ સોતા (ઉં.30), અબ્બાસ અબ્દુલ સોતા (ઉં.29) અને સુલતાન અબ્દુલ સોતા (ઉં.26) હતા. અબ્બાસ સોતાને અગાઉથી ચાલતી માથાકૂટ મામલે પીપળિયા ચાર રસ્તા પાસે જામગર જવાના રસ્તે બન્ને જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી અને આસિફ દલ તેમજ તેની સાથે રહેલી વ્યક્તિએ છરી વડે હુમલો કરી દીધો હતો. મારામારીમાં તમામને નાની મોટી ઈજા પહોચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અબ્બાસ અબ્દુલ સોતાનું સારવારમાં મૃત્યુ થયું હતું. મારામારીનો બનાવ હત્યામાં પલટાતા પોલીસે હત્યાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. મારામારીના બનાવમાં સામેલ મૃતક પક્ષના ત્રણ અને સામેના પક્ષનો એક એમ ચાર વ્યક્તિ સારવાર હેઠળ છે અને એક અજાણ્યો શખસ નાસી ગયો છે. તેમજ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા બાદ પણ બન્ને પક્ષે મારામારી કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક