• રવિવાર, 05 એપ્રિલ, 2026

માર્કાટિંગ યાર્ડની પેઢીઓનો દુરુપયોગ કરી 1500 કરોડનું લોન્ડારિંગ

ખેતીવાડીની પેઢીઓમાં ટેક્સ મુક્તિનો લાભ ઉઠાવી આરોપીઓએ બેંક ખાતાઓને ‘મ્યુલ’ બનાવ્યા

રાજકોટ, તા.4 : રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન મ્યુલ હન્ટ’’  અંતર્ગત દેશવ્યાપી સાયબર છેતરાપિંડીના એક અતિ મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસે વર્ષ 2024-2025 દરમિયાન થયેલા મ્યુલ એકાઉન્ટ્સ ભાડાના બેંક ખાતા મારફતે આચરવામાં આવેલા અંદાજે રૂ.1500 કરોડના શંકાસ્પદ વ્યવહારો શોધી કાઢયા છે. આ કેસમાં તેલંગાણાના સૂત્રધાર અને વચેટિયા સહિત કુલ 15 શખસની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, આરોપીઓ રાજકોટ,ખાંભા,લાઠી, સાવરકુંડલા અને ગોંડલ માર્કાટિંગ યાર્ડ સાથે સંકળાયેલી કેટલીક પેઢીઓના નામે બોગસ દસ્તાવેજો બનાવી બેંક ખાતાઓ ખોલાવતા હતા. ખેતીવાડીની પેઢીઓમાં મોટા ટ્રાન્ઝેક્શન પર આવકવેરામાં મળતી છૂટછાટનો ફાયદો ઉઠાવીને આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં ફેરવવા માટે થતો હતો. જેમાં ઘણા ફરિયાદી રાજકોટ સીટી અને ગ્રામ્યના છે અને વધુ પડતા ખાતા ધારકો અન્ય રાજ્યના હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

માસ્ટર માઈન્ડ આરોપીઓ સામાન્ય રિક્ષાચાલકો, મજૂરો અને પશુપાલકોને દર મહિને રૂ.10,000 થી 30,000ના કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવી દેતા હતા. આ ખાતાની કિટ (ડેબિટ કાર્ડ અને ચેકબુક) આરોપીઓ પોતાની પાસે રાખી લેતા હતા. સાયબર ફ્રોડના નાણા ખાતામાં જમા થયા બાદ તુરંત જ આંગડિયા પેઢીઓ મારફતે ઉપાડી લેવામાં આવતા હતા.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયાસિંહ ગૂર્જર તથા સાયબર ક્રાઇમના પી.આઈ આર.જે ગોધમે જણાવ્યું હતું કે આ કૌભાંડમાં કેટલીક ખાનગી બેંકોના મેનેજરોની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. પકડાયેલા મ્યુલ એકાઉન્ટ્સ વિરુદ્ધ નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર દેશના વિવિધ રાજ્યોમાંથી 219 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. હાલ આ તમામ ટ્રાન્ઝેક્શનની ઊંડી તપાસ માટે સરકાર માન્ય ઈઅ પેઢીની મદદ લેવામાં આવી રહી છે. હજુ સરકારી ઈઅની તપાસ બાદ આરોપી અને સાયબર ફ્રોદની રકમનો આંક વધવાની શક્યતા સેવાઈ રહી છે.

મ્યુલ હન્ટના શિકારીઓ

1.         મનીષ કમાણી- ભવ્યાએન્ટરપ્રાઈઝ- 5.56 કરોડ

2.         જય નાદપરા-સોમ ટ્રેડીંગ, જ્યોત એન્ટરપ્રાઈઝ-16.13કરોડ

3.         મિહિર રંગાણી-લોરેલ એગ્રી એક્ષ્પો.-1.08 કરોડ

4.         લાલો ઉર્ફે યાજ્ઞિક ઝાલાવાડિયા-માં આશાપુરા એન્ટર.16 લાખ

5.         મોહમદઆદીલુદીન-અલઆદિન-33 કરોડ

6.         ઋષિત રૈયાણી-કમિશન માટે મુલાકાત કરવાનાર

7.         પ્રવીણાસિંહ પરમાર-કેશ વિડ્રોલને મૂળ ખાતા સુધી પહોચાડનાર

8.         મયુર સિંહ વાઘેલા-વચેટીયો

9.         મહેન્દ્રાસિંહ જાડેજા- વચેટીયો

10.       હિરેન લીંબાસિયા-નાણાલાવનાર સૂત્રધારનો વચેટીયો

11.       હર્ષિત શાહ-કમિશન એજન્ટ

12.       અશ્વિન દવે-કમિશન મેળવનાર વચેટીયો

13.       વિવેક ભાલીયા-ટેકનિકલ મદદ કરનાર

14.       અજય વાઢેર-સિદ્ધિ એન્ટરપ્રાઈઝ-16.60 લાખ

15.       પરેશ બુદ્ધ દેવ-સિદ્ધિ એન્ટરપ્રાઈઝ-29.20કરોડ

16.       કેતન આડેસરા-દુબઈ સુધી ખાતાઓની કીટ પહોચાડનાર

17.       મનીષ ચોલેરા-શિવ કોર્પોરેશન, હનુમંત ટ્રેડિંગ -80 કરોડ

 

ઇ-પેપરના નવા શુલ્ક