ગનમેન અને ડ્રાઈવરને ઈજા : પોલીસે તત્કાળ કાર્યવાહી કરતા એકની ધરપકડ કરી
નવી
દિલ્હી, તા. કેરળમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ સાંસદ શશિ થરુરના કાફલા ઉપર હુમલો
થયો છે. આ બનાવ વંડૂરનો છે. હુમલામાં શશિ થરુરના ખાનગી સુરક્ષા ગાર્ડ (ગનમેન) અને ડ્રાઈવરને
ઈજા પહોંચી હતી. પોલીસે હુમલાના બનાવમાં કાર્યવાહી કરતા એક આરોપીને પકડી લીધો છે. બનાવ
શુક્રવારે સાંજે અંદાજીત 7.30 વાગ્યે મલપ્પુરમ જીલ્લાના વંડૂર પાસે બન્યો હતો. શશિ
થરુર કોંગ્રેસ નેતા એપી અનિલકુમારના ચૂંટણી કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ
દરમિયાન રસ્તામાં બે વાહનોએ સાંસદની કારનો રસ્તો રોકી લીધો હતો. જયારે સુરક્ષા ગાર્ડ
અને ડ્રાઈવર સતીશ કેપીએ જામ ક્લિયર કરાવવાની કોશિશ કરી તો પાંચ લોકોના સમૂહે હુમલો
કરી દીધો હતો. ઘટના બાદ શશિ થરુરે સોશિયલ મીડિયા ઉપર સંદેશ આપતા શુભચિંતકોનો આભાર માન્યો
હતો અને પોતે સુરક્ષિત હોવાનું કહ્યંyં હતું. બનાવ અંગે શશિ થરુરના ડ્રાઈવરે પોલીસ
ફરિયાદ નોંધાવી હતી. જેના ઉપર કાર્યવાહી કરતા એક આરોપી પકડવામાં આવ્યો હતો અને અન્ય
ચારની ઓળખ કરી લેવામાં આવી હતી.