ચંદીગઢ, તા.3: રાજ્યસભામાં ઉપનેતા પદેથી રાઘવ ચઢ્ઢાને હટાવી અશોક કુમાર મિત્તલને જવાબદારી સોંપાયા બાદ આમ આદમી પાર્ટીમાં સમરાંગણ મચ્યું છે. સાંસદ રાઘવ ચઢ્ઢાએ આ મામલે પહેલી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે મને ચુપ કરાવવામાં આવ્યો છે, પરંતુ હું હાર્યો નથી. આમ આદમીને આ મારો સંદેશ છે.
સોશિયલ
મીડિયા પર શેર કરેલા વીડિયો સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે મે લોકોના મુદ્દા ઉઠાવ્યા
તેમાં આમ આદમી પાર્ટીને શું નુકસાન થયું?
વીડિયોના
અંતમાં તેમણે આપને ચેતવણી આપી હતી કે અવાજ દબાવનારા લોકો સામે હું પૂર બનીને આવીશ.
જોકે રાઘવે પક્ષના કોઈ નેતાનું નામ લીધું ન હતું અને પક્ષ છોડવા કે ભવિષ્યની રણનીતિ
અંગે પણ કાંઈ કહ્યું ન હતું.